Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

કેશોદના નાની ઘંસારી ગામે બાંધકામનું કામ અધુરું રાખતાં મારામારી

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ તા. ૧૫ : નાની ઘંસારી ગામે રહેતાં પરબતભાઈ કરસનભાઈનાં ઘરનું બાંધકામનું કામ અધુરૂ હોય પોતાનાં ગામનાં જ મજુરીકામ કરતાં કરણભાઈ બાબુભાઈ મકડીયાનાં ઘરે લોખંડનો પાઈપ લઈને પહોંચી બાંધકામનું અધુરૂ કામ પુરૂ કેમ કર્યું નથી એવું કહી જાતિ પ્રત્‍યે અપશબ્‍દો બોલતાં પગમાં લોખંડનો પાઈપ મારી દેતાં પડી જતાં માથાનાં ભાગે પણ ઈજા પહોંચી હોય બુમાબુમ થતાં પરબતભાઈ કરસનભાઈ જતાં રહ્યાં હતાં.

ઈજાગ્રસ્‍ત હાલતમાં ખાનગી વાહન દ્વારા કેશોદ સબ ડિસ્‍ટ્રીકટ સિવિલ હોસ્‍પિટલમાં લાવવામાં આવતાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવેલ. કેશોદ પોલીસ સ્‍ટેશનમાં એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ડીવાયએસપી બી. સી. ઠક્કર ચલાવી રહ્યા છે. કેશોદના નાની ઘંસારી ગામે ઘટના બની હોવાની માહિતી મળતા કેશોદ પોલીસ સ્‍ટેશનનાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર બી. બી. કોળી દ્વારા પેટ્રોલિંગ માં રહેલી ટીમના હેડ કોન્‍સ્‍ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી અમરાભાઈ હામાભાઈ જુજીયા રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા સહિતનાને નાની ઘંસારી ગામે મોકલી પરિસ્‍થિતિ તંગ બને તે પહેલાં કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી હાથ ધરી હતી.

(2:07 pm IST)