Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

મીની ટ્રેકટરની ટ્રોલી અને સનેડાની ખરીદીમાં સબસીડી આપવાનો નિર્ણય

બાબરા,તા.૧૫ : ગુજરાત સરકારમાં વિધાનસભાનું સત્ર શરૂ હોય તેમાં સરકારમાં મીની ટ્રેક્‍ટરની ટ્રોલી તેમજ સનેડાની ખરીદી કરવામાં સબસીડી આપવાની યોજનામાં સમાવેશ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા આ બાબતને ધ્‍યાનને લઈ તાત્‍કાલિક ધોરણે ૧લી એપ્રિલથી મીની ટ્રેક્‍ટરની ટ્રોલી તેમજ સનેડાની ખરીદી પર સબસીડી આપવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે, તેમજ પહેલા ટ્રેક્‍ટરની ખરીદીમાં ડ્રો સિસ્‍ટમથી સબસીડી આપવામાં આવતી હતી. જે સિસ્‍ટમ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. આ ખેડુતોના હિતમાં નિર્ણય લેવાતા લાઠી બાબરા દામનગર વિસ્‍તારની જનતા દ્વારા આ નિર્ણયને આવકારાતા ધારાસભ્‍યશ્રી જનકભાઇ તળાવીયા દ્રારા આદરણીય મુખ્‍યમંત્રી  ભુપેન્‍દ્રભાઈ પટેલ તેમજ સરકારનો હૃદય પૂર્વક આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(2:00 pm IST)