Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

સરસીયા રેન્‍જમાં ૯ નીલ ગાયના સામુહિક મોત પાછળ કેટલાક વ્‍યકિતઓની ગુન્‍હાહીત સંડોવણી

વન્‍યજીવ સંરક્ષણ અધિનિયમ કાયદા મુજબ કડક પગલા લેવા વન્‍યજીવ તસ્‍વીરકાર ભુષણ પંડયાની માંગણી

રાજકોટઃ ગીરની સરસીયા રેન્‍જમાં યુરીયા ખાતરવાળુ પાણી પીવાથી ૯ નીલ ગાયોના મૃત્‍યુ થયા છે. જાણવા મળ્‍યું છે કે, ગામના  કેટલાક લોકો સંયુકત રીતે આ ગુન્‍હાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા હોવાની શકયતા છે જે ગંભીર બાબત છે.

વન્‍યજીવ તસ્‍વીરકાર ભુષણ પંડયાએ વન્‍યજીવ સંરક્ષણ અધિનિયમ-૧૯૭ર મુજબ ગુન્‍હેગારો સામે તટસ્‍થ તપાસ કરી પગલા લેવાની માંગણી કરી છે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્‍યું છે કે સામાન્‍ય રીતે આવી ઘટનાઓ વખતે વન વિભાગ તપાસ કરી તહોમતદારોને પકડે ત્‍યારે ગુન્‍હેગારોને છોડી દેવા વગવાળી વ્‍યકિતઓ વગર વિચાર્યે ભલામણો અને દબાણ કરતી હોય છે. આ અતિશય ગંભીર બાબત છે. કોઇ પણ આગેવાનોએ આવી ગુન્‍હાહીત પ્રવૃતિમાં નિષ્‍પક્ષ તપાસ માટે સહકાર આપવો જોઇએ જેથી ભવિષ્‍યમાં આવા ગુન્‍હા બનતા અટકાવી શકાય.

(1:50 pm IST)