Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

ધોરાજીમાં જુથ અથડામણ પ્રકરણમાં ન્‍યાય ન મળે તો ધર્મ પરિવર્તનની દલિત સમાજની ચિમકી

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી તા. ૧૫ : ધોરાજીમાં કુંભારવાડા વિસ્‍તારમાં તારીખ ૧૧ ને શનિવારના રાત્રિના સમયે નાની એવી બાબતમાં ટ્રાફિક અડજણ જેવી બાબતમાં બંને સમાજ વચ્‍ચે જૂથ અથડામણ થતા જેનો મામલો હજુ સુધી શાંત થયો નથી.

ધોરાજી શહેર ભાજપના પ્રમુખ પ્રમુખ અને વિશ્વ હિન્‍દુ પરિષદના પ્રમુખએ દલિત સમાજ વિરુદ્ધમાં જાહેરમાં દેખાવો કરી ઉશ્‍કેરણીજનક ભાષણો કરતા મામલો બિચકાયો છે જેના વિરોધમાં સમસ્‍ત દલિત મેઘવાળ સમાજ ધોરાજી દ્વારા રાજ્‍યના ગ્રહ મંત્રી હર્ષ સંઘવીને સંબોધન કરીને ધોરાજીના ડેપ્‍યુટી કલેક્‍ટર ને આવેદનપત્ર પાઠવતા સમાજના યોગેશભાઈ ભાષા જયેશભાઈ ચૌધરી નિખિલભાઇ ચૌહાણ પૂર્વ નગરપતિ ડી.એલ ભાષા બાલુભાઈ વિંઝુડા જુનાગઢ દલિત સમાજના આગેવાન કરસનભાઈ તેમજ ધોરાજીના સોમા રામા બગડા. કાંતિભાઈ સોંદરવા ઝાંઝમેર ના સરપંચ શ્રીમતી બગડાબેન વિગેરે આગેવાનોએ તેમજ મોટી સંખ્‍યામાં દલિત સમાજના ભાઈ બહેનોએ બહારપુરા વણકરવાસ ખાતેથી મૌન રેલી યોજી શહેરના વિવિધ માર્ગો મેન બજાર ત્રણ દરવાજા થઈ ડો. બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે પૂર્ણ થઈ હતી અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે ન્‍યાય આપો ન્‍યાય આપો અને માગણી સાથે સૂત્રો ચાર પોકાર્યા હતા.

ધોરાજી સમસ્‍ત દલિત સમાજ દ્વારા બહારપુરા વણકરવાસ ખાતેથી મૌન રેલી કાઢીને ધોરાજીના વિવિધ વિસ્‍તારો મેન બજાર ત્રણ દરવાજા થઈને ડોક્‍ટર બાબા સાહેબ આંબેડકર ના સ્‍ટેચ્‍યુ ખાતે હાલ ધોરાજી ડેપ્‍યુટી કલેક્‍ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્‍યું હતું. શહેરમાં કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે બાબતે રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ ધોરાજીના પોલિસ ઇન્‍સ્‍પેક્‍ટર અનિરુદ્ધસિંહ ગોહિલ અને સ્‍ટાફ દ્વારા શધન પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો.

હાલમાં સંપૂર્ણ શાંતિ ધોરાજીમાં છે. રેલીમાં ચર્ચાનો મુદ્દો એ આવ્‍યો હતો કે શું દલિત સમાજ હિન્‍દુ નથી...? ધોરાજી શહેર ભાજપના આગેવાનો તેમજ વિશ્વ હિન્‍દુ પરિષદના આગેવાનો દલિત સમાજ વિરુદ્ધ કેમ આવ્‍યા...? તે મોટો પ્રશ્‍ન ઉભો થયો છે. રાજકીય પાર્ટીના તેમજ વિશ્વ હિન્‍દુ પરિષદના આગેવાનો ને એ ફરજ છે કે બંને સમાજ વચ્‍ચે સમાધાન થાય તેવા પ્રયત્‍ન કરવા જોઈએ પરંતુ ઉશ્‍કેરણીજનક માત્ર એક જ્ઞાતિની ટાર્ગેટ બનાવીને આ પ્રકારનું કળત્‍ય કર્યું છે તે નંદનીય હોય તેવું પણ રેલીમાં ચર્ચા રહ્યું હતું.

રેલી દરમિયાન આંબેડકર ચોક ખાતે વિશાળ પ્રદર્શન ચાલતું હતું એ સમયે એક મહિલાની તબિયત દથડતા તાત્‍કાલિક તેમને સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવેલી હતી. ધોરાજી શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થા બાબતે પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અનિરુદ્ધસિંહ ગોહિલ એ સદન પોલીસ બંદોબસ્‍ત જાળવી રાખી હતી. દલિત સમાજે ઉપયોગ તો બાબતે દિવસ સાતમાં જો ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન થશે તેવી  ચીમકી ઉચ્‍ચારી હતી.

(12:27 pm IST)