Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

ભાવનગર નજીક નમકીન ભરેલી રીક્ષાના ચાલકને અટકાવી મારમાર્યો

ભાવનગર તા.૧૫ : ઘોઘારોડ વિસ્‍તારમાં આવેલ નારેશ્વર સોસાયટી, પ્‍લોટ નં. ૪૪ માં રહેતા અને રીયલ નમકીનમાં સેલ્‍સમેન તરીકે કામ કરતા ભરતભાઈ બાબુભાઈ સોલંકી ( ઉં.વ. ૩૨ ) ગઈકાલે સવારે અવાણીયા ગામથી રિયલ નમકીનનો ફરસાણનો માલ ભરીને માલણકા, અધેવાડા અને બુધેલ ગામમાં ડિલિવરી કરવા માટે તેમની પીયાગો રીક્ષા લઈને નીકળ્‍યા હતા અને માલણકાથી અધેવાડા રોડ તરફ જઈ રહ્યા હતા ત્‍યારે બ્‍લુ કલરના એક્‍સેસ મોટરસાયકલના ચાલક અને તેની પાછળ બેઠેલા ઈસમે રીક્ષા ઉભી રખાવી, ગાળો આપી,તું કેમ સાઈડ આપતો નથી તેમ કહી લાકડી વડે હુમલો કર્યો હતો.તેમજ પાછળ બેઠેલા ઇસમે પથ્‍થરનો એક ઘા માથાના ભાગે ઝીંકી દીધો હતો. ઝપાઝપી દરમિયાન ભરતભાઈએ ખભા પર રાખેલ રૂ.૬૦,૦૦૦ રોકડા ભરેલું પાકીટ પણ પડી ગયું હતું.

આ બનાવ અંગે ભરતભાઈ સોલંકીએ બે અજાણ્‍યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ભરતનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

(10:52 am IST)