Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

વાંકાનેર નગરપાલિકામાં ભૂકંપ : ભાજપના એક સાથે ૧૬ સભ્યોના રાજીનામાં : પાલિકા પ્રમુખ પદે ૨૪ સભ્યોએ સૂચવેલા નામ માંથી કોઈ ની પસંદગી ન થવાના એંધાણથી રાજીનામા ધરી દીધા

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર ::::વાંકાનેર નગરપાલિકામાં ભૂકંપ  સર્જાયો છે ભાજપના એક સાથે ૧૬ સભ્યોના રાજીનામાંથી રાજકીય સન્નાટો વ્યાપી ગયો છે પાલિકા પ્રમુખ પદે ૨૪ સભ્યોએ સૂચવેલા નામ માંથી કોઈ ની પસંદગી ન થવાના એંધાણથી રાજીનામા ધરી દીધા છે.

          આ અંગે જીતુભાઈ સોમાણી અને ઇન્દુભા  જાડેજાએ જણાવ્યું હતું કે , 24 સભ્યોમાંથી પ્રદેશ ભાજપ સમક્ષ પ્રમુખ અને ઉપપ્રમુખ નામ સૂચવવામાં આવ્યા હતા પરંતુ જિલ્લા ભાજપ દ્વારા અન્ય કોઈ નામની જ પસંદગી થવાની દહેશતથી ૧૬ સભ્યોએ રાજીનામા આપી દીધા છે આ તમને સમજાવવા માટે પ્રયાસ થઈ રહ્યો છે પરંતુ આ તમામ સભ્યો રાજીનામા માટે મક્કમ હોવાનું જાણવા મળ્યું છે.

          આ અંગે શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને રાજીનામાં મોકલી દીધા બાદ તેઓએ મોરબી જિલ્લા ભાજપ ને રાજીનામું મોકલી દીધા છે.

          ત્યારે આવતીકાલે મળનારી બેઠકમાં કોનું નામ નક્કી થાય છે તેના ઉપર સૌની નજર છે.

(8:47 pm IST)