Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

અમરેલી પાલિકાના પ્રમુખપદે મનીષાબેન રામાણી

ઉપપ્રમુખ રમાબેન મહેતા કારોબારી ચેરમેન સુરેશ શેખવા, પક્ષના નેતા બીનાબેન વણઝારા અને દંડક તરીકે ચિરાગ ચાવડાની વરણી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૫: અમરેલી નગરપાલિકામાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખપદે મનીષાબેન સંજયભાઇ રામાણી, ઉપપ્રમુખ રમાબેન નરેશભાઇ મહેતા, કારોબારી ચેરમેન સુરેશભાઇ લખુભાઇ શેખવા, પક્ષના નેતા બીનાબેન સંજયભાઇ વણજારા અને દંડક ચિરાગભાઇ મનુભાઇ ચાવડાની વરણી કરાઇ છે.

અમરેલી ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ મેન્ડેટ આપેલ હતું.

(3:31 pm IST)