Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

અચ્છેદિનના વચનો આપનાર ભાજપ સરકારે પેટ્રોલ-ડિઝલ-ગેસના ભાવમાં તોતીંગ વધારો ઝીંકી દીધો : પ્રતાપ દુધાત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૧૩:  ભાજપે દેશની જનતા ને આપેલા વચનો હળાહળ જુઠાણા સાબિત થયા છે અચ્છેદિન આપવાની વાતો કરતી સરકારમાં પ્રજાની કફોડી છે તેમ સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે જણાવેલ હતું.

શ્રી દુધાતે જણાવ્યું હવે અચ્છેદિન આવશે તેવા વચનો આપનાર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આજે પેટ્રોલના ૮૯ રૂપિયા ડીઝલના ૮૮.૬૫ અને ગેસ બાટલાના રૂપિયા ૮૧૦ છે આવી રીતે પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવમાં તોંતીગ ભાવ વધારો જીંકી દેતા પ્રજાની હાલત ખૂબ જ કફોડી જોવા મળે છે. સસ્તી વસ્તું આપવાના વચનો આપનારની સરકારના વહીવટ કરતા આ પ્રજા સમક્ષ હળાહળ જૂઠા સાબિત થયા છે તેમ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે જણાવેલ હતું.

પ્રતાપભાઈ દુધાતે જણાવેલ કે યુપીએ સરકારમાં પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ પ્રજા પોસાઈ એમ હતા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ખોટી રીતના દેકારો મચાવી દેતા હતા આજે પેટ્રોલ ૧૦૦ની આસ પાસ પહોચવા આવ્યું અને ડીઝલ પણ ૧૦૦ આસપાસ થવા આવ્યું અને ગેસના બાટલાના ૮૧૦ છે ત્યારે ભાજપના નેતા કેમ ચૂપ છે ? એટલે આ ભાજપવાળા બોલે કાઈક અને કરે પણ કાઈક તેવું જોવા મળી રહ્યું છે.

એટલે આ ભારતીય જનતા પાર્ટી પ્રજા હિતની નહીં પરંતુ પ્રજા વિરોધી સરકાર હોય તેવું સ્પષ્ટ જોવા મળે છે. તેમ અંતમાં પ્રતાપભાઇ દુધાતે જણાવ્યું હતું.

(1:13 pm IST)