Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

જુનાગઢ લોહાણા મહિલા મંડળ દ્વારા હોલી ગીત અને ''દો ગઝકી દૂરી માસ્ક હે જરૂરી'' અનોખી રમત સ્પર્ધા યોજાઇ

મીનાબેન ચગ, ભારતીબેન ઘીયા, પારૂલબેન સુચકનું માર્ગદર્શન

જુનાગઢ,તા.૧૫ : લોહાણા મહીલા મંડળ જૂનાગઢ માં હોલી ગીત સ્પર્ધા અને 'દો ગઝ કિ દૂરી માસ્ક હે જરૂરી' એવી અનોખી રમત રમત રમાડવામાં આવી હતી.  ગત તા. ૧૩/૩/૨૦૨૧નાં રોજ લોહાણા મહિલા મંડળ જૂનાગઢ માં  મોવડી શ્રી મીનાબેન ચગ તથા શ્રી ભારતીબેન ઘીયાના માર્ગદર્શન હેઠળ અને પ્રમુખ શ્રી પારૂલબેન સૂચક નાં જણાવ્યા અનુસાર, હોલી ગીતની સ્પર્ધા યોજાઈ જેમાં મૃદૂલાબેન કારિયા, ઈલા બેન ભૂપતાણી, અનુપમાબેન રાચ્છ, વર્ષાબેન મોનાણી, દિવ્યાબેન છગ, જ્યોતિ બેન ઠકરાર  વિજેતા બનેલા અને  સાધનાબેન નિર્મળ અને હર્ષિદાબેનએ જજ તરીકે સુંદર ફરજ બજાવી હતી. અને 'દો ગઝ કી દૂરી માસ્ક હે જરૂરી' એવી અનોખી રમત રમાડવા માં આવી હતી. અને બહેનો એ બહોળી સંખ્યાંમાં ભાગ લીધો હતો. સાથે ફૂડિસ ફેસબૂક ગ્રુપ  અને લોહાણા મહિલા મંડળ નાં સંયુકત ઉપક્રમે લોહાણા મહીલા મંડળનાં બહેનો ફેસબૂક ગ્રુપ માં, એપ્રિલ મહિનામાં પોતાના રસોડે થી પોતાની જ રસોઈ લાઈવ કરશે અને પોતાનુ રસોઈ નું સ્કીલ બતાવશે કરશે.

(11:50 am IST)