Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

કેશોદ વિસ્તારમાં ઘઉંની ફુલ સીઝન દરરોજ ૧પ થી ર૦ કન્ટેનર નિકાસ થાય છે

ગ્રામ્ય વિસ્તાર દિવસે ભેકાર ભસે છે

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ૧પ :.. આ વિસ્તારના મુખ્ય શિયાળુ પાક ઘઉંની અત્યારે ફુલ સીઝન ચાલે છે. બજારમાં વહેંચાવા માટે દરરોજ પુષ્કાળ તૈયાર ઘઉં આવે છે અને આ ઘઉંમાંથી મોટા ભાગનો માલ બહાર જતો રહે છે અત્યારે દરરોજ આશરે આ વિસ્તારમાંથી ૧પ થી ર૦ કન્ટેનર બહારગામ નિકાસ માટે ભરાય છે. આ માલ પીવાવાવ બંદેરથી 'શીપ' દ્વારા બહારના વિસ્તારમાં જાય છે.

આ વિસ્તારમાં ગયુ ચોમાસુ સારૂ થતા આ વરસે પાણીની પુરતી સગવડતા લગભગ દરેક ખેતરોમાં હતી તેના સીધા પરિણામરૂપ આ વરસે ઘઉંનું વધારેમાં વધારે વાવેતર થયેલુ અને ઘઉંનો આ પાક તૈયાર થઇ જતા ઘઉંની લહાણીનૂં કામ પણ અત્યારે પુરજોશમાં ચાલી રહ્યુ છે. હાવેસ્ટરના કારણે ઘઉંની લણણીનું કામ ઝડપભેર થાય છે. અને સ્થળ ઉપરથી જ વહેંચાવા માટે બજારમાં આવી જાય છે. આમ થતા ટ્રાન્સપોર્ટશનનો ખર્ચ બચી જાય છે અને ખેડૂતને તેની રકમ પણ તાત્કાલીક મળી જાય છે.

કેશોદની બજારમાં અત્યારે ઘઉં પુષ્કળ પ્રમાણમાં આવે છે આ બધો માલકહોકે લગભગ ૯પ ટકા માલ રોજેરોજ બહારના વિસ્તારમાં વહેચાય છે. અત્યારે સ્થાનીક કેશોદ વિસ્તારમાંથી દરરોજ ૧પ થી ર૦ કન્ટેનર ભરાય અને પીપાવાવ બંદરે જાય છે ત્યાંથી શીપ દ્વારા આ બધો માલ દેશાવરમાં જાય છે. ઘઉં ખરીદનારા અત્યારે મોટા ભાગના બહારગામના વ્યાપારી ઓજ છે બારમાસ માટે પોતાની જરૂરીયાત જેટલા એકી સાથે ખરીદી કરનારા લોકોની ઘરાકી હજી નીકળી નથી આ ખરાકી કહો કે ખાવાવાળાઓની ઘરાકી હોળી પછી નીકળશે તેમ સબંધકર્તા વ્યાપારીઓ કહી રહ્યા છે. અત્યારે ઘઉંનો ખેડૂતના ખેતર બેઠા ભાવ ર૦ કિલોનો ૩૩૦ થી ૩૩પ રૂ. જેવો અને કેશોદ પહોંચનાા ભાવ ૩૪પ થી ૩પ૦ જેવો રહે છે.

ગયા વરસના સારા ચોમાસાના કારણે ઘઉંના સારામાં સારા ઉતારાના ભાગરૂપે અત્યારે એક વીઘામાં ઘઉંનો આશરે બે ખાંડી  જેવો ઉતારો આવે છે અત્યારે ગામડામાં લગભગ ૯૦ ટકા જેવા લોકો આ કામમાં એકયા બીજી રીતે જોડાયેલા છે. જેથી દિવસના ભાગે ગામડામાં કોઇ માણસજ મળતા નથી લગભગ સીમમાં હોય છે સવારના અને સાંજના જ લોકો દેખાય છે. ઘઉંથી ભરેલા ખેતરો સાફ કરી તેની જગ્યાએ ઉનાળુ પાકનું વાવેતર સગવડતાવાળા ખેતરોમાં થઇ જશે.

ઘઉંની ફુલ સીઝનના કારણે અત્યારે મજૂરો મળતા નથી મોટા ભાગના મજૂરો અથવા તો ખેડૂતો આ કામગીરીમાં રોકાયેલા રહેતા આવા લોકોનું અત્યારે કેશોદમાં આવવાનું ઓછુ થયેલ છે. ગ્રામ્ય વિસ્તારની જેમ સ્થાનિક કેશોદમાં પણ લોકોની અવર - જવરનો અભાવ દેખાય છે. બહારગામ થી  દરરોજ જ આવતા રીક્ષા છકડા અત્યારે આવતા ઓછા થયા છે. એજરીતે ગ્રામ્ય વિસ્તારની એસ. ટી. બસો પણ ખાલી દોડતી દેખાય છે.

સામાન્ય રીતે આ વિસ્તારમાં દર વરસે થતા સટાસટી વરસાદની સરખામણીમાં ગયા ચોમાસા દરમિયાન વધારે વરસાદ અને વધારે સમય સુધી લંબાયો હતો તેના પરિણામે મગફળીના પાકમાં બહુ ભલીવાર નહોતી થઇ પરંતુ ઘઉૅનો અત્યારના ઉતારો મગફળીથી નુકશાની ભરપાઇ કરી આપશે તેમ મનાય છે.

(10:39 am IST)