Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

જામનગરમાં સાંજે 'રાઇડ ફોર પ્રાઇડ'

હાફ મેરેથોનના પ્રમોશન, પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા લાવવા, સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવા સૌ પ્રથમવાર યોજાશે 'બુલેટ રેલી'

જામનગર તા. ૧પ :.. અહીયા સદભાવના ગ્રુપ અને ફીઝીકલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડીયા ધર્મરાજસિંહ જાડેજા (ચેરમેન -પેફી-ગુજરાત રાજય)ના નેજા હેઠળ તા. રપ મીએ સવારે ૬ કલાકે કિલન એન્ડ ગ્રીન જામનગર ની થીમ હેઠળ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા જામનગર હાફ મેરેથોન-ર૦૧૮ નું મેગા આયોજન કરવામાં આવેલ છે.

જેના પ્રમોશન તેમજ જામનગર શહેરની જનતામાં પર્યાવરણ પ્રત્યે જાગરૂકતામાં વધારો લાવવાના ઉમદા હેતુસર સૌ પ્રથમ વખત 'બુલેટ રેલી' આજે સાંજે પ પ્રદર્શન ગ્રાઉન્ડ થી પ્રસ્થાન થશે. જે સમગ્ર શહેરમાં ફરી વળી શહેરના નાગરીકોને પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવા અને સ્વચ્છતાનો સંદેશ પાઠવશે.

બુલેટ રેલી ને સફળ બનાવવા સદભાવના ગ્રુપ તેમજ પેફીના હોદેદારો અને કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:40 pm IST)
  • ૧૯ ફેબ્રુઆરી સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થશે access_time 3:40 pm IST

  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST

  • માઉન્ટ આબુમાં પ્રેમી યુગલે ગળાફાંસો લગાવી જીવન ટુંકાવ્યુ :વેલેન્ટાઈન ડેના દિવસે કરી આત્મહત્યા : આત્મહત્યાના કારણની તપાસમાં લાગી પોલીસ access_time 4:11 pm IST