Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ખંભા ળીયામાં બિલીયન ડ્રીમ્સ ગ્રુપ દ્વારા એસ.પી. કચેરીમાં વૃક્ષારોપણ

ખંભાળીયા, તા. ૧૫ :. મૂળ વતની હાલ દિલ્હીમાં રહેતા તથા વૃક્ષ ઉછેર તથા પર્યાવરણ તંત્રમાં મહત્વનુ કામ કરીને અનેક એવોર્ડ પ્રાપ્ત કરનાર ભાવિશાબેન બુદ્ધદેવ તથા તેમના પુત્ર જયશીલ બુદ્ધદેવ કે જેમને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. તેમના દ્વારા તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિ.પો. વડાની કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તથા નાના કુંડામાં સુશોભિત નાના છોડ આપવામાં આવ્યા હતા તથા બિલીયન ડ્રીમ્સ ગ્રુપ તથા પોલીસના સહયોગથી વૃક્ષારોપણ અને ઉછેર કરવા આયોજન કરાયું હતું.

જિલ્લા પોલીસ વડા શ્રી રોહન આનંદ તથા ભાવિશાબેન બુદ્ધદેવ તથા જયશીલ બુદ્ધદેવના હસ્તે વૃક્ષારોપણ કરાયુ હતું.

કાર્યક્રમમાં અગ્રણીઓ દિનેશભાઈ પોપટ, હિતેન્દ્રભાઈ આચાર્ય, નિકુંજ વ્યાસ બિલીયન ડ્રીમ્સ વતી  ઉપસ્થિત  રહ્યા  હતા.

(11:18 am IST)
  • સાંજે જામનગર નજીક ઢીંચડા ગામમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં ખાનગી ફાયરિંગની ઘટના બનવા પામેલ તે અંગે બેડી મરીન પોલીસ ટુકડી તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે access_time 12:42 am IST

  • ૧૯ ફેબ્રુઆરી સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થશે access_time 3:40 pm IST

  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST