ખંભા ળીયામાં બિલીયન ડ્રીમ્સ ગ્રુપ દ્વારા એસ.પી. કચેરીમાં વૃક્ષારોપણ
ખંભાળીયા, તા. ૧૫ :. મૂળ વતની હાલ દિલ્હીમાં રહેતા તથા વૃક્ષ ઉછેર તથા પર્યાવરણ તંત્રમાં મહત્વનુ કામ કરીને અનેક એવોર્ડ પ્રાપ્ત કરનાર ભાવિશાબેન બુદ્ધદેવ તથા તેમના પુત્ર જયશીલ બુદ્ધદેવ કે જેમને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. તેમના દ્વારા તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિ.પો. વડાની કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તથા નાના કુંડામાં સુશોભિત નાના છોડ આપવામાં આવ્યા હતા તથા બિલીયન ડ્રીમ્સ ગ્રુપ તથા પોલીસના સહયોગથી વૃક્ષારોપણ અને ઉછેર કરવા આયોજન કરાયું હતું.
જિલ્લા પોલીસ વડા શ્રી રોહન આનંદ તથા ભાવિશાબેન બુદ્ધદેવ તથા જયશીલ બુદ્ધદેવના હસ્તે વૃક્ષારોપણ કરાયુ હતું.
કાર્યક્રમમાં અગ્રણીઓ દિનેશભાઈ પોપટ, હિતેન્દ્રભાઈ આચાર્ય, નિકુંજ વ્યાસ બિલીયન ડ્રીમ્સ વતી ઉપસ્થિત રહ્યા હતા.