Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

૨૦ લાખ વ્યાજે આપવાના બહાને કોટડાસાંગાણીના રાજપરાના કોળી યુવાનની જમીનનું સાટાખત કરાવી લીધું: રાજકોટના ૩ સામે ફરીયાદ

રાજકોટના રાજુ ભટ્ટ, સંજય પાલીયા તથા મયુર સોંદરવા સામે છેતરપીંડીનો ગુન્હો નોંધાયો

રાજકોટ, તા. ૧૫ :. કોટડાસાંગાણીના રાજપરા ગામના કોળી યુવાનને ૨૦ લાખ રૂપિયા વ્યાજે આપવાના બહાને રાજકોટના ૩ શખ્સોએ જમીનનું સાટાખત કરાવી લઈ રૂપિયા ન આપી છેતરપીંડી કરતા પોલીસમાં ફરીયાદ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ કોટડાસાંગાણીના રાજપરા ગામે રહેતા અને ખેતી કામ કરતા દિનેશ રવજીભાઈ કોળીએ આરોપી રાજુ ભટ્ટ રહે. રાજકોટ, સંજય ધનાભાઈ પાલીયા રહે. રવિકિરણ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૨, કેવડાવાડી શેરી નં. ૪-રાજકોટ તથા મયુર ગોવિંદભાઈ સોંદરવા રહે. ઘનશ્યામનગર, કોઠારીયા રોડ, રાજકોટ સામે કોટડાસાંગાણી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી યુવાનને રૂપિયાની જરૂરીયાત હોય ઉકત ત્રણેય આરોપી પાસેથી ૨૦ લાખ રૂપિયા વ્યાજે લેવાનુ નક્કી કર્યુ હતું અને તેના બદલે જમીનનો સાટાખત કરી આપવાનું તથા રૂપિયા પરત આપ્યેથી સાટાખત રદ્દ કરવાનું નક્કી કર્યુ હતું, પરંતુ ઉકત ત્રણેય આરોપીએ ફરીયાદીની રાજપરા ગામની સર્વે નં. ૭૬૧ ની જમીનનું વેચાણ સાટાખત કરાવી લીધુ હતુ અને બાદમાં રૂપિયા નહિ આપી છેતરપીંડી કરી હતી.

આ અંગે કોટડાસાંગાણી પોલીસે ઉકત ત્રણેય શખ્સો સામે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પીએસઆઈ જે.બી. મીઠાપરા ચલાવી રહ્યા છે.

(11:41 am IST)
  • માઇકલ દેબબ્રત પાત્રા રિઝર્વ બેન્કના નવા ડેપ્યુટી ગવર્નર : પાત્રા ફુગાવા અને ઘટતા જીડીપી ગ્રોથ વચ્ચે મોનેટરી પોલીસી વિભાગ સંભાળશે access_time 4:08 pm IST

  • ભુજના બેન્ટોનાઈટ કંપનીના ડાયરેક્ટરને આરટીઆઇ દ્વારા પરેશાન કરી 3 લાખની માંગણી કરનાર યુવા આગેવાન મયુર મહેશ્વરી (રે.ટૂંડા.તા.માંડવી)ને જ્યુબિલી સર્કલ પાસે આવેલ પાંઉભાજીની રેસ્ટોરન્ટ ખાતે ૩ લાખની રકમ પૈકી ૫૦ હજાર રૂપિયા રોકડા લેતા ભુજ બી ડિવિઝન પોલીસે રંગે હાથ પકડ્યો છે access_time 11:04 pm IST

  • અમને આશા છે કે બેઠકમાં સન્માન જનક હિસ્સો મળશે અને કોંગ્રેસ સાથે જોડાણ કરીશું: બિહાર આરજેડી નેતા તેજસ્વી યાદવ access_time 10:12 pm IST