Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

મોરબીમાં ગાળો બોલવાની ના પાડતા આધેડ રમેશભાઇ પર છરીથી હુમલો

મોરબી તા. ૧૪ : મોરબીમાં ગાળો બોલવાની ના પાડતા આધેડ પર છરીથી હુમલો થયો હતો.

મળતી વિગતો મુજબ મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા રમેશભાઈ ભાણાભાઈ કાતરોડીયા (ઉ.વ.૫૫) તેની જ શેરીમાં રહેતા અરવિંદભાઈ અવચરભાઈ વાઘેલા શેરીમાં ગાળો બોલતા હોય દરમિયાન રમેશભાઈએ તેમને ગાળો બોલવાની ના કહેતા અરવિંદભાઈએ રમેશભાઈ પર છરી વડે હુમલો કરી ડાબા હાથે, વાસામાં તથા પેટના ભાગમાં ઈજાઓ પહોચતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:48 pm IST)