Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

દેવભુમિ દ્વારકા જિલ્લો ઝડપી કામગીરીમાં રાજયમાં અગ્રસ્થાને

ખંભાળીયા તા.૧૪ : દેવભુમિ દ્વારકા જિલ્લો તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી વ્યવસ્થામાં સમગ્ર રાજયમાં અવ્વલ રહેલ છે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કલેકટર જે.આર.ડોડીયાના માર્ગદર્શન હેઠળ ઝડપી વ્યવસ્થા ગોઠવાઇ હતી કે ચૂંટણીના મત આંકડા અન્ય વિધાનસભા જિલ્લાના રર૦-ર૪૦ મળતા હતા. જયારે દેવભુમિ જિલ્લાના ર૮૦-૩૦૦ પ્રાપ્ત થતા હતા. દેવભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં એટલી ઉત્તમ વ્યવસ્થા ચુંટણીનું સાહિત્ય તથા વિતરણ અને પરત લેવાનું ગોઠવાયુ હતુ કે, તમામ સ્ટાફને કામગીરીર્માીં મજા આવે તેવુ થયુ હતુ તથા ટેન્શન વગરની કામગીરી હતી અને તેમની વ્યવસ્થા પણ એટલી સંકલનથી થઇ હતી કે કોઇને કયાંય મોડુ ના થાય અને ઝડપી કામગીરી થાય !!

(11:26 am IST)