Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ખંભાળીયાઃ ૧ દિવસનાં બાળકને જમીનમાં દાટી દેતા મોત

ત્રણ શખ્સોની વાહન નંબર પ્લેટના આધારે શોધખોળઃ અમાનવીય કૃત્ય સામે રોષ

ખંભાળિયા, તા. ૧૪ :. તાલુકામાં ઘોર કળિયુગ જેવી એક ઘટના બહાર આવતા સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર જાગી છે.

ખંભાળિયાથી ૧૧ કિ.મી. દૂર આહિર સિંહણ ગામ પાસે રાત્રે ૨ાા - ૩ વાગ્યે બે બાઈકવાળા તથા જીજે ૩૭નું પાસીંગ એક અલ્ટો કારવાળા શંકાસ્પદ રીતે જમીન ખોદીને કંઈક દાટી રહ્યા હોય ત્યાંથી પસાર થતા એક આહિર ગ્રામજને જોઈ જતા તેણે ગામમાં જઈને લોકોને જાણ કરતા લોકો દોડી આવતા બે બાઈકવાળા તથા અલ્ટો કારવાળો નાસી ગયો હતો તે પછી પોલીસને જાણ કરતા પોલીસે આવીને ખાડો ખોદાવતા અંદરથી તાજો જન્મેલો એક બાળકનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર જાગી હતી.

બાળકના માથામાં માર મારી ૧ દિવસના બાળકને જમીનમાં દાટી નાખવાનું અમાનવીય કૃત્ય કરનાર આ શખ્સોના વાહનના નંબર પ્લેટ પોલીસને હાથ આવી ગયા છે તથા લાશને પીએમ કરીને આગળ તપાસ હાથ ધર્યાનું પી.આઈ. દેકાવાડીયાએ જણાવ્યુ હતું.

(4:05 pm IST)