Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

મોરબી : પીએમના બંદોબસ્તમાં આપદ્યાત કરનાર પોલીસ પરિવારને ૧.૧૧ લાખની આર્થિક સહાય

પાટીદાર નવરાત્રી મહોત્સવ ટીમ દ્વારા અપાઈ સહાય

 મોરબી, તા. ૧૪ :  મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક દ્વારા વિવિધ ગૌશાળાઓને લાખો રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું તે ઉપરાંત તાજેતરમાં પીએમના બંદોબસ્ત દરમિયાન પોલીસ જવાને આપદ્યાત કર્યો હોય ત્યારે જવાનના પરિવારને આર્થિક સહાય આપવામાં આવી હતી

તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમ વેળાએ બંદોબસ્તમાં રહેલ સ્વ. નીલેશ ફિણવિયા નામના પોલીસ જવાને સર્વિસ રિવોલ્વરથી આપદ્યાત કર્યો હોય ત્યારે પોલીસ પરિવારને મદદ કરવાના હેતુથી મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજયભાઈ લોરિયા અને તેની ટીમ દ્વારા પોલીસ પરિવારને ૧,૧૧,૧૧૧ ની આર્થિક સહાય આપવામાં આવી છે જે પ્રસંગે જીલ્લા એસપી ડો. કરનરાજ વાદ્યેલા, પીએસઆઈ એ બી જાડેજા, ભાજપ અગ્રણી હિરેનભાઈ પારેખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તો પોલીસ પરિવારને આર્થિક સહાય માટેની અજયભાઈ લોરિયાની ભાવનાને પોલીસ અધિકારીઓએ બિરદાવી હતી ઙ્ગ

ઉલ્લેખનીય છે કે પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન ગૌશાળાના લાભાર્થે કરવામાં આવે છે અને ચાલુ વર્ષે પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજન થકી અજયભાઈ લોરિયાની ટીમે વિવિધ ગૌશાળામાં કુલ ૩૪ લાખની માતબર રકમનું અનુદાન આપ્યું છે તે ઉપરાંત પુલવામાં શહીદ જવાનોના પરિવારને દ્યરે રૂબરૂ મળીને અજયભાઈ અને તેની ટીમે આર્થીક મદદ પહોંચાડી છે અને હવે મૃતક પીએસઆઈ નીલેશ ફિણવિયાના પરિવારને સહાય આપી છે.

(1:30 pm IST)