Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

જગદીશ ત્રિવેદી પોતાની સંપૂર્ણ આવકનો ત્યાગ કરે છે, તેમનાં રૂષિજીવનને પ્રણામઃ પૂ.રમેશભાઇ ઓઝા

સુરેન્દ્રનગરના સાયલામાં અંદાજીત ૩૦ લાખના ખર્ચે નિર્માણ થયેલ પ્રાથમિક શાળાનો લોકાર્પણ-નામકરણ સમારંભ યોજાયોઃ હાસ્યક્ષેત્રે મારૂ પ્રદાન એટલે જગદીશ ત્રિવેદીઃ શાહબુદીન રાઠોડ બન પ્રસ્થાશ્રમનું ઉત્તમ ઉદાહરણ એટલે જગદીશ ત્રિવેદીઃ પરસોતમભાઇ રૂપાલા સંપતિ માપમાં હોય છતા અમાપ આપે છે એ જગદીશ ત્રિવેદી છેઃ ભુપેન્દ્રસિંહ ચુડાસમા મારા પત્ની નીતા મારા માટે સીતા છેઃ ડો. જગદીશ ત્રિવેદી

વઢવાણ તા.૧૪: સુરેન્દ્રનગર જીલ્લામા સાયલા ખાતે ૩૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ પ્રાથમિક શાળાનો લોકાર્પણ તથા નામકરણ સમારોહ પૂ.રમેશભાઇ ઓઝા ''પૂ.ભાઇશ્રી''ની અધ્યક્ષતામા યોજાયો હતો.

આ તકે પૂ.રમેશભાઇ ઓઝાએ કહ્યુ હતુ કે. જગદીશ ત્રિવેદી પોતાની સંપૂર્ણ આવકનો ત્યાગ કરે છે એમના રૂષિજીવનને પ્રણામ હાસ્યકલાકાર શાહબુદીન રાઠોડે કહ્યુ કે હાસ્ય ક્ષેત્રે મારૂ પ્રદાન એટલે જગદીશ ત્રિવેદી છે.

કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાએ કહ્યુ કે, વાનપ્રસ્થાશ્રમનું ઉત્તમ ઉદાહરણ એટલે જગદીશ ત્રિવેદી.

રાજયમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યુ કે, સંપતિ માપમા હોય છતા અમાપ આપે છે એ જગદીશ ત્રિવેદી છે.

હાસ્ય કલાકાર ડો.જગદીશ ત્રિવેદીએ મારા પત્ની નીતા મારા માટે સીતા છે.

આ પ્રસંગે કેન્દ્રીય રાજયમંત્રી પરષોત્ત્।મ રૂપાલાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજય સરકાર શિક્ષણ ક્ષેત્રે સરાહનીય કામગીરી કરી રહી છે, જેના કારણે વાલીઓનો સરકારી શાળા તરફનો ઝોક વધ્યો છે. આજે ખાનગી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને તેમના વાલીઓ ખાનગી શાળામાંથી ઉઠાડીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. સરકારી શાળાઓમાં અત્યાધુનિક માળખાકીય સુવિધા તેમજ તાલીમબધ્ધ શિક્ષકોની ભરતીના કારણે આજે ગુજરાતમાં સરકારી શાળાના સ્તરમાં ગુણવત્ત્।ાપૂર્ણ સુધારો થયો છે.

તેમણે આ તકે શિક્ષણના કાર્યમાં દાતાઓના સહયોગને બીરદાવી વધુને વધુ લોકોને શિક્ષણના યજ્ઞકાર્યમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે, આ પ્રક્રિયામાં સહભાગી થઇ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહે તે માટે રાજય સરકારે છેલ્લા બે દાયકાથી સમગ્ર ગુજરાતમાં શિક્ષણનો મહાયજ્ઞ આરંભ્યો છે.

તેમણે ઉમેર્યું હતુ કે, છેવાડાના માનવી સુધી ગુણવત્ત્।ાયુકત શિક્ષણ મળી રહે તેવી નેમ સાથે આ સરકારે છેવાડાના વિસ્તારો સુધી શિક્ષણના લાભો પહોંચાડયા છે, જેના પરિણામે લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવતાં ગુજરાતમાં સાક્ષરતાનો દર નોંધપાત્ર વધ્યો છે.

આ પ્રસંગે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ આશિર્વચન પાઠવ્યા હતા.   આ કાર્યક્રમમાં સાહિત્યક્ષેત્રના અગ્રણીઓ સર્વશ્રી શાહબુદ્દીન રાઠોડ, વિનોદ જોષી, ભદ્રાયુ વચ્છરાજાની અને જય વસાવડાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ. કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન હાસ્ય કલાકાર શ્રી જગદીશ ત્રિવેદીએ કર્યું હતુ.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ધનજીભાઇ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી વીપીન ટોળિયા, વિજય ભગત, દિલીપભાઇ પટેલ, ચંદ્રશેખર દવે, પ્રવિણભાઇ માંકડીયા, દેવરામભાઈ પટેલ, દિનેશભાઈ ગુપ્તા, ધીરેનભાઇ ઠક્કર સહિત અધિકારી – પદાધિકારીશ્રીઓ, સાહિત્યકારો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયાં હતા.  

સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા ગામમા ભાગવત કથાકાર શ્રી રમેશભાઇ ઓઝા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી પુરૂષોતમ રૂપાલા, શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને હાસ્યકલાકાર શ્રી શાહબુદ્દીન રાઠોડ તથા વિનોદ જોષી, ભદ્રાયુ વછરાજાની, જય વસાવડા, તુષાર શુકલ, કૃષ્ણ દવે જેવા અનેક કવિઓ, લેખકો અને કલાકારોની હાજરીમાં 'જગદીશ ત્રિવેદી પ્રાથમિક શાળા' નું ભવ્ય લોકાર્પણ થયું.

આ સાથે જગદીશ ત્રિવેદી દ્વારા અપાયેલા વ્યકિતગત દાનની રકમ ૧ કરોડને પાર કરી ગઇ છે. અત્રે એ યાદ અપાવીએ કે જગદીશ ત્રિવેદીએ ૫૦ વર્ષ પુરા કર્યા ત્યારે આજીવન પોતાના કાર્યક્રમોની તમામ આવક ગરીબોના આરોગ્ય અને શિક્ષણ પાછળ દાન કરવાનો અને મૃત્યુ પહેલા કુલ ૧૧ કરોડ રૂપિયાનું દાન કરવાનો સાત્વિક મનોરથ કર્યો છે.

(1:29 pm IST)