Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ધોરાજીમાં ઉપવાસ આંદોલનને મહિલાશકિતનું સમર્થન

ધોરાજી,તા.૧૪: વકરેલા રોગચાળો, અનિયમિત સફાઈ, ગંદકી અને રોડ રસ્તા સહિત અનેક સમસ્યાઓ નગરજનો વેંઠી રહ્યા છે.જેની સામે માજી સૈનિક અને સામાજિક કાર્યકર દ્વારા પ્રાંત કચેરી બહાર ૧૦ ૧૦ દિવસથી ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે.

ઉપવાસ આંદોલનના નવમા દિવસે સ્ટેશન પ્લોટ વિસ્તારમાંથી મહિલાઓએ ઉપવાસી છાવણી ખાતે હાજર રહી પોતાનું સમર્થન આપ્યું હતું.અને ભારે વેદના સહ જણાવેલકે શહેરમાં નિયમિત ટેકસ ભરતા નાગરિકોને પ્રાથમિક આવશ્યક સેવાઓ મળતી નથી. રોડ રસ્તા બિસ્માર, ગંદકી, કચરો, સફાઈમાં અનિયમિતતા, છ-છ દિવસે પાણી વિતરણ થાય છે. અને અધૂરામાં પૂરું હોય તેમ ડેંગ્યુ નો રોગ દ્યરે દ્યરમાં ફેલાઈ રહ્યો છે. બાળકોથી લઈને વૃધ્ધો બીમારીનો ભોગ બની રહ્યા છે. જવાબદાર તંત્ર આળસ ખંખેરતું નથી. અને પ્રજાના મત મેળવી ચૂંટાયેલા નેતાઓ તો જાણે મિસ્ટર ઇન્ડિયા બની ગયા છે.

ઉપવાસ આંદોલનના નવમા દિવસે માહિલાશકિતનસમર્થન ઉપરાંત ભાજપના આગલી હરોળના નેતા અરવિંદભાઈ વોરા, જિલ્લા પંચાયતના સધ્સ્યા શિલ્પાબેન મારવણીયા, એડવોકેટ બાબુભાઇ જાગાણી,પાલિકાના પૂર્વ કર્મચારીઓ, અને શહેરીજનો એ હાજર રહી ઉપવાસીઓને ટેકો આપ્યો હતો.ં

ઉપવાસ ઉપર ઉતરેલા નિવૃત્ત્। ફોજી ગંભીર સિંહે સેવાળા અને ખેડૂત હિત રક્ષક સમિતિના પ્રમુખ વિઠ્ઠલભાઈ હિરપરા જણાવેલ કે દસ દિવસ અમારા ઉપવાસ આંદોલનો થવા છતાં આરોગ્ય વિભાગે નગરપાલિકાએ કોઈપણ પ્રકારની ગંભીર નોંધ લીધી નથી જરૂર પડ્યે હવે અમે આંદોલનનો કાર્યક્રમ જલદ બનાવીશું પ્રજાહિતના કાર્યમાં અમો આંદોલન કર્યું છે ત્યારે ધોરાજીના વેપાર ઉદ્યોગ મહામંડળ વકીલ મંડળ વિવિધ એસોસિએશન સામાજિક સંસ્થાના તમામ આગેવાનો ભારત વિકાસ પરિષદના આગેવાનો લાયન્સ કલબના આગેવાનો મહિલા મંડળના આગેવાનો એ ઉપવાસી છાવણીની મુલાકાત લઇ આંદોલનને વેગવંતુ બનાવ્યું છે પરંતુ હજુ સુધી ધોરાજીમાં થેન્કયુ બ્રો ઓછો થતો નથી અને જે પ્રકારે સરકાર આરોગ્ય વિભાગ અને નગરપાલિકા કામ કરવું જોઈએ એ પ્રકારનું કામ થતું નથી.

(12:01 pm IST)