Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

લોકશાહી અને અર્થતંત્રના મુલ્યોને જાળવી રાખવા, મજબુત બનાવવા પ્રયત્નો જરૂરી

દેશ હિત માટે નજર રાખતા ડેન્જર-ચાર્લીના સર્વે બાદ ઇશારો

પોરબંદર તા. ૧૪ :.. દેશ ભકત ડેન્જર ચાર્લી અને રોબર્ટ રોઝીની સરવે બાદની દર્દ ભરી આંતર વેદના બહાર આવી રહી છે.

ગુજરાતનાં ૧૬૦૦ કિલો મીટરનો અરબી સમુદ્ર કિનારો ભારતના જળ સિમાહમાં મહત્વ પૂર્ણ લાંબામાં લાંબો ગણાય છે.

અરબી સમુદ્રના કિનારાની ભૌગોલીકતા જોઇએ તો પશ્ચિમી દેશોમાં જવા અને આફ્રિકા ખંડમાં પ્રવેશનું દ્વાર ગણાય છે. અને તેની આવી સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં જ આવેલ છે. તેમાં પણ પોરબંદર-ઓખા- દ્વારકા-કચ્છ ગણાય. પરંતુ પોરબંદરના સાગર કાંઠાની ભૌગોલીકતા અકાંશ રેખાંશ ર૧-૩૮ ઉતર અક્ષાંશ અને ૬૯-૩૭ પૂર્વ રેખાંશ પર આવેલ છે. યુરોપના બંદરો વચ્ચેના આંતર રાષ્ટ્રીય જળમાર્ગ પર તે આવેલ છે. અરેબિયા, આફ્રિકા અને પર્શિયન ગલ્ફના બંદરો સાથે વેપાર કરવા માટે ઘણું જ સુયોગ્ય બંદર છે. સાથો સાથ સને ૧૯૬પ અને ૧૯૭૧ ના પાકિસ્તાન સાથેના યુધ્ધ પછી પોરબંદરના બંદર-બારા અને આંતર રાષ્ટ્રીય જળસિમાહ મહત્વ સમજાણી પોરબંદરની ધરના સાથોસાથ દ્વારકા-ઓખા-કચ્છના અખાત ભૂગોળનું ચિત્ર પણ ઉપસેલ છે. જે ચિંતાજનક સંવેદનશીલ ઉજાગરો કરાવનાર છે. નિઃસ્વાર્થ ભાવે દેશ ભકિતથી  પ્રેરાય સૌરાષ્ટ્રના મહત્વ પુર્ણ અરબી સમુદ્રના બસો દરિયાઇ નોટીકલમાઇલ વિસ્તારમાં બાજ નજર રાખી દેશહિત માટે સતર્ક કરે છે.

પ્રજાતંત્ર લોકશાહીનો તટસ્થ મજબુત રાષ્ટ્રને રાખનાર પંચને ધીમે ધીમે લુણો લાગી રહ્યો છે. તેમાં પણ મુઠ્ઠીભર સ્વાર્થી તત્વોએ પંચને ખતરામાં ફરી નબુધ્ધી ર્ભુતાથી નબળુ પાડી રહે છે. વિશ્વના દેશોમાં નંબર વન ગણાતું      આણું ચૂંટણી પંચ ચર્ચામાં આવી    ગયેલ છે. જે પ્રથમ પગથીયું લોકશાહી નબળુ પડવા લાગેલ છે. જમીન શરકતી જાય છે.

વિશ્વના મહાન અર્થશાસ્ત્રીમાં ગણના થાય છે. તેવા જૈફ ઉંમરે પહોંચેલ ભારતના પૂર્વ  વડાપ્રધાનશ્રી મનમોહનસિંહ થોડા દિવસ પહેલાં ભારતના અર્થતંત્રની ચિંતા દર્શાવી પરંતુ સરકારને તે ચિંત્ત્વાની જરૂર નથી. ડીકટેરશીપના જ દર્શન કરાવવા છે. અર્થ તંત્રની મહત્વની કડી સાંકળ રીઝર્વ બેંકની અસર ઘટવા લાગી છે. તે પણ ગણનાથી બાકાત થતી જાય છે.

રાજકારણની અને રાજકારણીઓ ઘુસણખોરી પરોક્ષ - અપરોક્ષ અસર છાંટ દેખાય છે. બે થી ત્રણ ગર્વનોરએ રાજીનામા ધરી દીધા હાલ પણ વાતાવરણ સ્પષ્ટ નથી. ધુંધળુ છે. જી. એસ. ટી. નો મુદો નોટબંધી મુદ્ે ચિંતાજનક છે. સફળ નથી. દેશનું અર્થતંત્ર અને ફુગાવો જબરજસ્ત અસર કરી રહેલ છે. દેશને નબળો પાડી રહેલ છે. હાલ સમજાશે નહિં. કારણ યોગ ઉદય થયેલ નથી.

ડેન્જર ચાર્લી જણાવેલ છે કે, કૃત્રિમ સૂર્ય પ્રકાશીત વાતાવરણમાં સતકતા દશકા પહોંચેલ વિશ્વની મોટી લોકશાહીમાં ભારતના નાગરીકો પોતાની હૈયા વેદના પ્રગટ કરવા શકિત અને ગજ પ્રમાણે દેશનું હિત જોનાર એક અબજ ત્રીસ કરોડની જનતાનો ન્યાય માંગવા અથવા દેશહિતાર્થે સરકારને ઉજાગાર  કરવા કેટલા દેશીપ્રેમીઓ ભ્રષ્ટાચારના તર્કતા ખાડામાં સરકી લોકશાહીને બચાવવા એક અંતિમ ધ્યેય અને શ્રધ્ધા-વિશ્વાસ કેન્દ્ર વિસામનું બિંદુ સમાન બંધારણ્ય સર્વોચ્ય પદ ભોગવતા અને સરકારના છાયો બની ભારત સરકારનું પ્રતિનિધીત્વ કરતાં અનુક્રમે સર્વોચ્ચ સેનાપતિ  પદ સાર્વભૌવિ ભારતના છત્ર સમાન બંધારણ્ય અમલ કરાવવાની દેશમાં શુ શાન જળવાય રહે કોઇ ફરીયાદ ન રહે તે માટે ભારતનું છત્ર ગણાના રાષ્ટ્રપતિ તથા તેઓશ્રીની છાયા સ્વરૂપ ગણાતા રાજયપાલ પાસે બંધારણ્યતાના હકકો ધ્યાને રાખી રજૂઆતો કરે છે. સાચો ન્યાય મળશે તટસ્થ તપાસ થશે તે આશાએ પોતાની રજૂઆતો દેશ ખાતર તથા થતા અન્યાય સાથે વેદન ભરી રજૂઆત મોકલે છે. રજૂઆત પણ પરિણામ કે લક્ષ્ય સિધ્ધ થતું નથી.

સ્વતંત્ર ભારતનું અર્થતંત્ર દિન પ્રતિદિન પડી ભાંગતું જાય છે. મુખ્ય આધાર શેરબજાર મુડી બજાર પર અને કિંમતી ધાતુ બજાર પર રહેલ છે. તે બજારો વ્યવસ્થીત સ્થિર રહે તો દેશનું અર્થતંત્ર જળવાય રહે. ઉદ્યોગોમાં સ્થિરતા રહે છે. ટેકસ ચોરીની ઉદ્યોગકારો કે વેપારીઓ વૃતી પર આપોઆપ અંકુશ આવે અર્થતંત્રનો સુધારો આવતાં મોંઘવારીના રાક્ષસને નથી શકાય. રીજીર્વ બેંકે અવાર નવાર સરકારને મુડી શેર બજારમાંથી સરકારની ડખલગીરી હટાવી લેવી જોઇએ.  મુડી બજારને સ્થિર કરવું જોઇએ. ટેકસના ભારણો ઓછા કરવા જોઇએ. જયારે કિંમતી ધાતુમાં બજારમાં સરકારની ડખલગીરી હળવી રહે કે બનાવાય તો પણ ભારતનું અર્થતંત્ર સુધરશે. ફુગાવો ઘટશે. દેશનું ભાવિ અંધકારમાં અથડાય રહયું અને વધુ અથડાતાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગશે હાલ ભાંગી રહ્યા છે. પીંઢારા શાસનનો અત્યંત ધીમી ગતિએ ઉદય થઇ રહેલ છે કે શું ....?

કિંમતી ધાતુ બજારમાં વિચારીએ તો સમગ્ર વિશ્વ સોના - ચાંદી પર આધારીત છે. અને સરકાર પાસે સોનું ચાંદી કે રીઝર્વ બેંકમાં જમા હશે તેના પર જ રાષ્ટ્રનો વહેવાર છે. કરન્સીમાં વધ-ઘટ થતી રહે છે. ડોલરમાં ફેરફાર થાય તેની અસર ભારતના અર્થ તંત્ર પર પડે છે. બીજી તરફ વિચારીએ તો આરબ રાષ્ટ્રોએ કાચું સોનું પોતાની પાસે રાખેલ તેની ભૂમિમાં ઉત્પતિ કરે છે. તે છે તેલ આજે વિશ્વને તેલના કારણે દબાવે છે. અને તેનું અર્થતંત્ર મજબુત છે.

આંતર રાષ્ટ્રીય બજારમાં ર૪ કેરેટ સોનાનો ભાવ ૧૦ ગ્રામ કે ઔંસ ભારતીય ચલણમાં રૂ. રર હજારથી રૂ. રપ હજારનો ગણાય છે. જયારે ભારતમાં રર કેરેટ  ઘડતર સોનાનો ભાવ રૂ. ૩પ હજારથી ૩૬ હજાર ગણાય છે. પ્લસ મજૂરી અલગ પીસ-અગર બિસ્કીટનો ર૪ કરેટનો ભાવ રૂ. ૪૦ હજાર ગણાય છે. જેના કારણે સોનાની દાણચોરીનો ઉપદ્રવ વધતો જાય છે. ચાલક સમજુ બુધ્ધી શાળી વ્યાપારી દૂબઇથી સોનું કિલો ભાવે, ભાવે કસ્ટમ્સ ડયુટી પેઇડ ત્યાંથી ભારત આવતા યાત્રીકોને કુરીયર ગણી મંગાવે છે. અમદાવાદ એરપોર્ટ પર આ સોનું ઉતારવામાં આવે તો અંદાજીત પાંચ ટકા કે તેથી વધુ ડયુટી લાગે છે. મુંબઇ એરપોર્ટ પર ઉતારાય તો ૧૦ ટકા કે તે આસપાસ છે. જયારે ભારતની ધાતુ બજાર સોનામાં ટેકસભરનાં પણ સ્વભાવિક રીતે ૧૦ હજારથી ૧પ હજારનો ૧૦ ગ્રામ રહે છે. કેટલાક કર્મી.નો કુરીયર તરીકે ઉપયોગ કરે છે. ચિંતાજનક તો દેશને નુકશાન કારક ડ્રગ્સ માફીયા છે. તેનું સામ્રાજય ખતમ કરવું જોઇએ. દેશભકતો ડેન્જર ચાર્લી અને રોબર્ડ રોઝનનો ચિંતાજનક દેશોના ભાવિનો ઇશારો ચિંતા બતાવે છે.

-હેમેન્દ્રકુમાર પારેખ

ફોન ૦ર૮૬-રર૪ર૭૯૪

પોરબંદર

(12:00 pm IST)