Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

મોરબીના આમરણ ગામની હાઇસ્કુલ જર્જરિત, તંત્રએ શોકોઝ નોટીસ ફટકારી

મોરબી,તા.૧૪: રાજય સરકાર શાળાઓમાં ગુણોત્સવ, પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોના તાયફાઓ ચલાવે છે પરંતુ સરકારી શાળાઓમાં બાળકોને સારું શિક્ષણ મળે, શાળાનું સલામત બિલ્ડીંગ મળે તે દિશામાં સરકાર ગંભીરતા દાખવતી નથી તેમ કહેવામાં જરાય અતિશયોકિત નહિ કહેવાય કારણકે મોરબી તાલુકાના આમરણ ગામની હાઈસ્કૂલ જયાં ૧૭૨ બાળકો અભ્યાસ કરે છે તે શાળા જર્જરિત સ્થિતિમાં છે અને ગમે ત્યારે દુર્દ્યટના સર્જાઈ શકે છે

મોરબીના આમરણ ગામે આવેલ સી એલ પરીખ હાઈસ્કૂલમાં ધોરણ ૯ અને ૧૦ નો અભ્યાસ ચાલે છે અને ગ્રાન્ટેડ શાળાની સ્થાપના વર્ષ ૧૯૬૧ માં કરવામાં આવી હોય જોકે બાદમાં શાળા બિલ્ડીંગની મરમ્મત માટે યોગ્ય કાર્યવાહી કરાઈ ના હોય જેથી શાળા બિલ્ડીંગ હાલ જર્જરિત હાલતમાં જોવા મળે છે છતમાંથી પોપડા ખરે છે અને જર્જરિત ઈમારત ગમે ત્યારે અકસ્માત સર્જી સકે છે શાળાના ઇન્ચાર્જ આચાર્ય દેવરાજભાઈ કુંડારિયા જણાવે છે કે આમરણ ચોવીસી કહેવાતા ૨૪ ગામોના ૧૭૨ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે જોકે શાળાની સ્થિતિ સારી નથી અને તાકીદે રીપેરીંગની જરુરત છે અગાઉ રીપેરીંગ કર્યા હતા જોકે બિલ્ડીંગ હાલ જર્જરિત છે જેથી વિદ્યાર્થીઓ માથે સતત જોખમ જોવા મળે છે જોકે ગામમાં અન્ય સ્થળે સ્થળાંતર થઇ સકે તેવડું બિલ્ડીંગ ઉપલબ્ધ નથી

આમરણ ગામની હાઈસ્કૂલની જર્જરિત સ્થિતિ અંગે જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકી જણાવે છે કે શાળાના બિલ્ડીંગ અંગે ફરિયાદ મળતા ૧૪ ઓગસ્ટના રોજ વિઝીટ કરી હતી અને શાળાના બિલ્ડીંગની સ્થિતિ સારી ના હોય જેથી આ અંગે આચાર્ય અને ટ્રસ્ટીને જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ મકાન વપરાશલાયક ના હોવાથી તાજેતરમાં શો કોઝ નોટીસ પાઠવી છે અને ટ્રસ્ટ સંચાલિત શાળામાં શાળા બિલ્ડીંગ રીપેરીંગ કે નવું બનાવવા જવાબદારી ટ્રસ્ટની છે જે માટે દર વર્ષે નિભાવ ગ્રાન્ટ પણ મળતી હોય છે તેમજ હાલ પુરતી વૈકલ્પિક વ્યવસ્થા માટે કન્યા શાળા બિલ્ડીંગમાં સગવડ કરી આપવા ડીપીઈઓને પત્ર લખ્યો છે તેમ જણાવ્યું હતું.

(11:59 am IST)