Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

થાનગઢની સોનગઢ-ર શાળાને મર્જ કરવા પુનઃ વિચાર કરવા માંગણી

વઢવાણ તા.૧૪ : થાનગઢની સોનગઢ - ર શાળા મર્જ કરવા પુનઃ વિચારણા અંગે રજૂઆત બાબતે આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ છે.

રજૂઆતમાં જણાવેલ કે, ગાંધીનગર દ્વારા માહિતી મંગાવવામાં આવેલ હતી તેમાં ૧૦૦ થી ઓછી સંખ્યા હોય તેવી શાળાઓ મર્જ કરવા સરકારશ્રીએ જણાવેલ હતુ. આ શાળામાં ધો.૧ થી ૭ ચાલે છે તેમાં કુલ ૭૫ બાળકો અભ્યાસ કરે છે આ બાળકો સોનગઢ ર પ્રા.શાળાથી પણ એક કીમી વધુ થાય છે જે સોનગઢ-૧માં મર્જ કરાઇ તો બાળકોને ર થી ર.૫૦ કીમી અંતર થઇ જાય છે તો તે બાળકો નાના હોવાથી શાળામાં જઇ શકે તેમ નથી. આ શાળાની આજુબાજુ લગભગ કુલ કુટુંબો ૭૦ થી ૭૨ રહે છે અને હજુ પણ શાળાની આજુબાજુ મકાન ચણવાનુ કામ ચાલે છે જેથી શાળામાં સંખ્યા વધે તેવી શકયતાઓ ખૂબ છે. જો આ શાળા બંધ થાય તો શિક્ષણ સાથે ચેડા થાય એમ થશે જેથી શાળા મર્જ ન થાય અને શાળા ચાલુ રહે તે અંગે રજૂઆતમાં જણાવેલ છે.

(11:56 am IST)