Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

દામનગર ગારીયાધાર જતા જિલ્લા પંચાયત અમરેલીના માર્ગનું અસ્તિત્વ જ સમાપ્ત

ભારે અધોગતિ ભોગવતા હજીયાધાર, ધામેલ,ભાલવાવ, સુરનિવાસના લોકોમાં તંત્ર સામે નારાજગી

દામનગર,તા.૧૪: દામનગરથી ગારીયાધાર જતા જિલ્લા પંચાયત અમરેલીના માર્ગનું અસ્તિત્વ જ સમાપ્ત ભારે અધોગતિ ભોગવતા ગ્રામ્ય વિસ્તારો હજીરાધાર ધામેલ ભાલવાવ સુરનિવાસ સહિતમાં તંત્ર વિરુદ્ઘ ભારે નારાજગી જોવા મળે છે.

દામનગરથી ગારીયાધાર તરફ જતા અમરેલી જિલ્લા પંચાયતના માર્ગ એ સંપૂર્ણ અસ્તિવત ગુમાવ્યું રોડ હતો કે કેમ ? તેના અવશેષ કે ચિન્હ પણ દર્શક કાચથી ગોતવા પડે તે હદે નામશેષ અમરેલી જિલ્લા પંચાયત ના મા.મા. નો રોડ જનતા ને કયાં સુધી મામા બનાવશે ? પ્રવો પ્રશ્ન ચર્ચાય છે.

ગુજરાત સરકારના રૂરલ વિભાગે રૂરલ ડેપ્લોપમેન્ટ (મા.મા) માર્ગ મકાન માટે રિબન ડેવલોપમેન્ટ એકટ ૧૯૬૭ એકટ બનાવ્યો તે કાયદો કારગત નીવડશે ખરો ? કાયદા બને છે સારા માટે અને પુરવાર થાય છે નઠારા કાયદા માત્ર કમજોર માટે છે અમરેલી જિલ્લા પંચાયતનો ગ્રામ્ય વિસ્તારોમાં જતો રસ્તા સુપૂર્ણ અસ્તિત્વ ગુમાવ્યું રોડ હતો કે કેમ ? તેના ચિહ્રનો માટે ગેરી ગુજરાત રિચર્ચ તપાસ કરે તો ખ્યાલ આવે અમરેલી જિલ્લા પંચાયત વિભાગોને અબાધિત અધિકારો અપાયા છે કે ગ્રામ્ય વિસ્તારોમાં જતા રસ્તાઓનું જતન જાળવણી કરવા રૂરલ વિભાગ તરફથી કરોડોનું બજેટ મેળવતી જિલ્લા પંચાયત અમરેલીના (મામા)નું તંત્ર કયાં સુધી ગ્રામ્ય પ્રજાને મામા બનાવશે ?

માર્ગ સલામતી સપ્તાહની જોરશોરથી ઉજવણી અને મોટર વહિકલ એકટનો સખત અમલ કરાવતું તંત્ર દામનગરથી ધામેલ જતા રસ્તા પર આવીને ઉજવણી કરે તો ખબર પડે.

દામનગરથી ગારીયાધાર તરફ જતા ગ્રામ્ય વિસ્તારોની જનતા ભારે ઉગ્ર આક્રોશ સાથે અવર જવર કરે છે ધામેલ હજીરાધાર ભાલવાવ સુરનિવાસ માંગુકા સહિતના ગ્રામ્યથી ધંધા રોજગારી માટે દામનગર તરફ આવવા નું ટાળે છે દામનગર શહેર તરફ આવવું એટલે ચંદ્ર પર લેન્ડીગ કરવા બરાબર છે.

(11:53 am IST)