Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ગારિયાધારના મોટા ચારોડિયા ગામે પંચાયતની મંજુરી વગર ગાંડા બાવળ કાપતા અટકાવતું વન વિભાગ

ગારીયાધાર તા. ૧૪: ગારીયાધારના મોટા ચારોડિયા ગ્રામ પંચાયત દ્વારા મંજુરી વગર ૧૦૦ વિઘાના તળાવ પર ગાંડા બાવળો કપાવાતા વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી અટકાવવામાં આવી હતી.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગારીધારના મોટા ચારોડિયા ગામે ૧૦૦ વિઘાના તળાવમાં ગાઢ ગાંડો બાવળ થવા પામ્યો છે જેમાં ભારે વનરાજી રેતી હોવાથી અહિં જંગલ વિસ્તાર જેવુ઼ં વાતાવરણ નિર્માણ પામ્યું છે. પરંતુ મોટા ચારોડિયા પંચાયત દ્વારા આ જંગલી બાવળો મામલતદારની મંજુરી લીધા વગર કાપવા માટે માણસો બોલાવીને ત્રણથી ચાર બાવળો કાપવામાં આવ્યા હતા.

પરંતુ સમય સુચકતા રાખી વન વિભાગને જાણ થતા જ વન વિભાગની ટીમ દ્વારા ગાંડા બાવળો કાપવા આ મંજુરીને અટકાવવામાં આવ્યા હતા. તેમજ કાપવામાં આવેલ બાવળોને પણ છોડી જતું રહેવાની સુચના આપી કામ અટકાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અહિં મોટા ચારોડિયા તળાવ નજીકમાં વારંવાર સિંહોના આટા ફેરા હોવા છતાં પંચાયત દ્વારા વગર મંજુરીએ જંગલી બાવળોનું છેદન કરવામાં આવ્યું છે. પંચાયત સામે કયાં પ્રકારના તંત્ર દ્વારા પગલા લેવાશે તે જોવું રહ્યું.

(11:52 am IST)