Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

સોમનાથ મંદિર સુરક્ષાના નાયબ પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ સંભાળતા એમ.ડી.ઉપાધ્યાય

 પ્રભાસ-પાટણઃ તા.૧૪: ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર સુરક્ષાચક્રના નાયબ પોલીસ અધિક્ષક તરીેક હિંમતનગર એસઓજી પી.આઇ.માંથી બઢતી પામેલ એમ.ડી.ઉપાધ્યાયે સોમનાથ મહાદેવ દર્શન-પૂજન અને સુરક્ષા બેડાનુ નિરીક્ષણ સાથે ચાર્જ સંભાળ્યો છે.

મુળ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે તા.૪-૬-૧૯૬૮ના રોજ જન્મેલા તેઓ ૧૯૯૪માં પીએસઆઇ તરીેક રાષ્ટ્રસેવા અર્થે ગુજરાત પોલીસ દળમાં જોડાયા ૨૦૧૦માં પી.આઇ. તરીકેનુ પ્રમોશન મળ્યુ ૧૯૯૪-૨૦૦૧ હથિયારી પીએસઆઇ ગોંડલ અને સલામતી શાખા ગાંધીનગર ખાતે કાર્ય કરી ચુકયા છે.

(11:51 am IST)