Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

બગદાણામાં કાકી-ભત્રીજાનાં આડા સંબંધમાં આડખીલીરૂપ કાકાની હત્યા

ચકુરભાઇ લાખાભાઇ સરવૈયા (ઉ.પ૦) ને મોતને ઘાટ ઉતારનાર ભરત ઉર્ફે મુન્નો પેથાભાઇ સરવૈયા અને કાળીબેન ચકુરભાઇ સરવૈયાએ ઢીમ ઢાળી દીધુઃ બન્ને ઝડપાયા

 ભાવનગર તા. ૧૪ :.. ભાવનગર જીલ્લાનાં બગદાણામાં કાકી-ભત્રીજાનાં આડા સબંધમાં આડખીલી રૂપ બનતાં કાકાની કાકી-ભત્રીજાએ હત્યા કરી નાખ્યાનો પોલીસ દફતરે ગુન્હો નોંધાયો છે.

આ બનાવની વિગતો એવી છે કે ભાવનગરનાં બગદાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા ચકુરભાઇ લાખાભાઇ સરવૈયા ઉ.પ૦ ની તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી હત્યા થતાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતા જ બગદાણા પોલીસ સ્ટેશનનાં પો. સ. ઇ. મકવાણા અને સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.

આ બનાવ અંગે મૃતક ચકુરભાઇની માતા સવુબેન લાખાભાઇ સરવૈયા (ઉ.૭પ) એ બગદાણા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે તેના પુત્ર ચકુરભાઇ ને તેના ભત્રીજા ભરત ઉર્ફે મુન્નો પેથાભાઇ સરવૈયા અને પત્ની કાળીબેન સરવૈયાએ હથિયારનાં ઘા ઝીંકી હત્યા કરી છે. કાળીબેન મૃતક ચકુરભાઇના બીજી પત્ની છે. અને તેને ભરત સાથે આડા સબંધો હોય આ અંગે ઝઘડો થતો હતો અને તેથી તેની દાઝ રાખી બન્ને એ ચકુરભાઇની હત્યા કરી હોવાનું પોલીસ ફરીયાદમાં જણાવાયું છે.

ઙ્ગ ઉપરોકત બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ મર્ડરના આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સુચના આપેલ હોય જેના ભાગ રૂપે ભાવનગર આર.આર.સેલના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ. પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો મર્ડરના આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે ગત રાત્રીના આ કામના આરોપી (૧) ભરતભાઇ ઉર્ફે મુન્નો પેથાભાઇ સરવૈયા જાતે-દે.પુ. ઉ.વ.૨૮ ધંધો-મજુરી (૨) કાળીબેન વા/ઓ ચકુરભાઇ સરવૈયા જાતે-દે.પુ. ઉ.વ.૪૦ ધંધો-મજુરી રહેવાસી-બન્ને બગદાણા ગામ, હજીરા વિસ્તાર, તા.મહુવા જી.ભાવનગર વાળાઓને ભાવનગર પીલગાર્ડન ખાતેથી ઝડપી પાડીઙ્ગ મજકુર બન્ને આરોપીઓના મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કરી બન્ને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

આમ આર.આર.સેલ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ, ભાવનગર રેન્જના સ્ટાફને મર્ડરના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં સફળતા મળેલ છે.

આ કામગીરીમાં આર.આર.સેલના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સપેકટર વી.એલ.પરમાર સાહેબની સુચનાથી હેડકોન્સ. બાબાભાઇ આહીર તથા ટી.કે.સોલંકી તથા પોલીસ કોન્સ. એઝાઝખાન પઠાણ તથા નિતીનભાઇ ખટાણા તથા ડ્રાઇવર ગોપીદાન ગઢવી તથા મહિલા પો.કોન્સ. માયાબેન પંડયા વિગેરે જોડાયા હતા. (પ-૧૮)

કમનસીબ ચકુરભાઇએ પ્રથમ પત્નીએ તરછોડીનો બીજી પત્નીએ મોત આપ્યુ

ભાવનગર તા. ૧૪ :.. ખુનનાં આ બનાવમાં પોલીસ તપાસ દરમ્યાન એવી વિગતો બહાર આવી છે કે મૃતક ચકુરભાઇનાં લગ્ન ર૦ વર્ષ પૂર્વે પાલીતાણા ખાતે થયા હતાં. જયાં તેમના પત્નીને સંતાનો ન થતાં તેણીને ૧પ વર્ષ પૂર્વે તેમના પીયર મુકી અમદાવાદ રહેતી કાળીબેન નામની મહિલાને ઘેર બેસાડી હતી. બીજી પત્નીને ભત્રીજા સાથે આડો સબંધ બંધાતા વારંવાર ઝઘડો થતો હતો અને અંતે બીજી પત્ની અને ભત્રીજા એ મોત આપ્યુ હતું. આ બનાવે ચકચાર જગાવી છે. (પ-૮)

(4:07 pm IST)