Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

આગમ અભ્યાસુ મનોજ ડેલીવાળાને ગોંડલ સંપ્રદાય દ્વારા જૈન સાહિત્યકાર તરીકે નવજાયા

રાજકોટઃ રાષ્ટ્ર સંત પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.સમીપે દીક્ષા અંગીકાર કરવાના શુભ ભાવ ધરાવનાર મુમુક્ષુ હીરલબેન જસાણી,મુમુક્ષુ ચાર્મિબેન સંઘવી તથા મુમુક્ષુ ક્રિષ્નાબેન હેમાણી આ ત્રણેય ભાવ દીક્ષિત આત્માઓને રવિવાર તા.૧૩ ના ગોંડલ સંપ્રદાયવતી દીક્ષા અનુજ્ઞા પત્ર અર્પણ વિધીનો કાર્યક્રમ પૂ.પારસમુનિ મ.સા.તથા ગોંડલ બીરાજમાન પૂ.સતિવૃંદના પાવન સાનિધ્યમાં યોજાયેલ.ત્રણેય હળુ કર્મી આત્માઓનું ગોંડલ નવાગઢ સ્થા.જૈન સંઘ દ્વારા શાહી સન્માન કરવામાં આવેલ.અભિવાદન સમારોહ મધ્યે ગોંડલ સંપ્રદાય સંરક્ષણ સમિતિના પ્રવિણભાઈ કોઠારી,દિલીપભાઈ પારેખ,ચંદ્રકાન્તભાઈ શેઠ,ઈશ્વરભાઈ દોશી તથા સુરેશભાઈ કામદાર પાંચેય અગ્રણીઓએ મનોજ ડેલીવાળાને ચતુર્વિધ સંઘની પ્રેરક ઉપસ્થિતિમાં શાલ, હાર તથા પેન આપી જૈન સાહિત્યકાર તરીકે સન્માનીત કરેલ.

આ અવસરે કેન્દ્રીય સાનિધ્યમાં બીરાજમાન પૂ.પારસમુનિ મ.સાહેબે જણાવ્યું કે ઘણા વર્ષોથી મનોજ ડેલીવાળા અભેદ ભાવે જિન શાસનના પ્રચાર - પ્રસારનું અદભૂત કાર્ય કરી રહેલ છે.આગમના ગૂઢ રહસ્યો  પ્રિન્ટ મીડિયા, સોશ્યિલ મીડિયાના માધ્યમથી ઘર- ઘર સુધી અને જન - જન સુધી પહોંચાડી શાસન પ્રભાવનાનું શ્રેષ્ઠ અને સર્વોત્તમ કાર્ય કરી રહેલ છે,એટલું જ નહીં મનોજ ડેલીવાળાએ પોતાની વ્હાલસોયી દીકરી પણ જિન શાસનને સમર્પિત કરેલ છે.

સંપ્રદાયના અગ્રણીઓએ કહ્યું કે મનોજ ડેલીવાળા લિખિત સમાચાર વાચતા હોઈએ ત્યારે આપણે કાર્યક્રમ નિહાળી રહ્યાં હોઈએ એવી અનુભૂતિ થાય.દિન - પ્રતિદિન શાસનના રૂડા કાર્યો કરતાં રહેજો તેવા આશીર્વાદ વડીલોએ આપેલ.

(11:46 am IST)