Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

કોટડા સાંગાણીના રાજગઢમાં સુરેશભાઇ રાતડીયાના મકાનમાં દોઢ લાખની ચોરી

રાજકોટ તા. ૧૪ :.. કોટડા સાંગાણીના રાજગઢમાં રહેતા ભરવાડ યુવાનના મકાનને નિશાન બનાવી તસ્કરો દાગીના તથા રોકડ મળી દોઢ લાખની મતા ચોરી જતા ફરીયાદ થઇ છે.મળતી વિગત મુજબ કોટડા સાંગાણીના રાજગઢ ગામમાં રહેતા સુરેશભાઇ પરસોતમભાઇ રાતડીયા (ઉ.૩પ) તથા પરીવારજનો રાત્રે ઘરમાં સુતા હતા ત્યારે કોઇ અજાણ્યા શખ્સો ભરવાડ પરિવારની ઉંઘમાં ખલેલ ન પહોંચે તે રીતે ઘરમાં પ્રવેશ કરી કબાટ ખોલી તીજોરીમાંથી રૂ. ૧.રપ લાખના ઘરેણા તથા રૂ. રપ હજાર રોકડા મળી રૂ. ૧.પ૦ લાખની મતા ચોરી ગયા હતાં. બનાવની ખબર પડતા સુરેશભાઇ રાતડીયાએ જાણ કરતા કોટડા સાંગાણી પોલીસ મથકના પીએસઆઇ આર. જી. સિંધુએ સુરેશભાઇની ફરીયાદ દાખલકરી તપાસ હાથ ધરી છે. (પ-

(12:59 pm IST)