Gujarati News

Gujarati News

તા. ૧૪ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ સુદ - ૪ મંગળવાર

સપ્‍ટેમ્‍બર ૨૦૧૮ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતીઃ ચાલુ માસ દરમ્‍યાન કૌટુમ્‍બીક આધારિત કેટેગરીમાં અનવના ફેરફારો થયેલા જોવા મળશે આ વિભાગની પહેલી કેટેગરી કમનસીબે એક મહીનો પાછળ ઢકેલાઇ જવા પામેલ છે જયારે રએ કેટેગરી એક પણ અઠવાડીયુ આગળ વધેલ નથી. જયારે રબી કેટેગરી એક અઠવાડીયું આગળ વધેલ છે આ વિભાગની ૩જી કેટેગરી દોઢ મહીનો પાછળ ગયેલ છે જયારે ૪થી કેટેગરી બે અઠવાડીયા આગળ વધેલ છે. વધારામાં રોજગાર આધારિત વિભાગમાં ભીન્‍ન ભીન્‍ન પ્રકારની કેટેગરીઓ છ વર્ષ અથવા છવ્‍વીસ માસને બે અઠવાડીયાના સમયગાળા દરમ્‍યાન પાછળ ઢકેલાઇ ગયેલ છે જયારે પહેલી કેટેગરી એક પણ અઠવાડીયુ આગળ વધવા પામેલ નથી: access_time 9:04 pm IST

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના પત્‍નિ મલનિયા ટ્રમ્‍પના માતા પિતાએ ઓગષ્‍ટ માસની ૯મી તારીખને ગુરૂવારે ન્‍યુયોર્કના મેનહટન વિસ્‍તારમાં આવેલ ઓફિસમાં અમેરીકન નાગરિકત્‍વ પ્રાપ્ત કર્યુ ત્‍યારે તેમના પરિવારના સભ્‍યોમાં આનંદની લાગણીઓ ઉત્‍પન્‍ન થવા પામી હતીઃ જયારે બીજી બાજુએ અમેરીકન પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે આ ઇમીગ્રેશન ચેઇનને સમાપ્‍ત કરવા માટે હાકલ કરેલ છે અને હાલમાં પણ તેવા પ્રયાસો ગતિમાન થયેલા છેઃ પોતાના પરિવારના સભ્‍યોને લાભ મળે તો તે લઇ લેવો પરંતુ અન્‍યોને તે મળતો હોય તો તે નેસ્‍ત નાબુદ કરવો એ કયાંનો ન્‍યાયઃ આ અંગે આવનારો સમયજ તેઓને ભાન કરાવશે.: access_time 11:03 pm IST

તા. ૧૩ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ સુદ - ૨/૩ સોમવાર
તા. ૧૧ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ વદ - અમાસ શનિવાર
તા. ૧૦ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ વદ - ૧૪ શુક્રવાર
તા. ૯ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ વદ - ૧૩ ગુરૂવાર

શિકાગો નજીક નેપરવીલ ટાઉનમાં ઇન્‍ડીયન કોમ્‍યુનીટી આઉટરીચ તથા નેપરવીલ સીટીના સંયુક્‍ત સહકારથી ભારતના ૭૨મા સ્‍વાતંત્ર્ય દિન તેમજ આ સંસ્‍થાની ચોથી ઇન્‍ડીયન પરેડની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવશેઃ બારમી ઓગષ્‍ટને રવીવારે સવારે ૧૧ વાગ્‍યાથી રાત્રે ૯:૩૦ કલાક દરમ્‍યાન વિવિધ પ્રકારના કાર્યક્રમોનું કરવામાં આવેલું આયોજનઃ બોલીવુડના પ્રખ્‍યાત પ્રાર્શ્વગાયક સુખવીન્‍દર સીંગ બોલીવુડ ફીલ્‍મના સુંદર ગીતો રજુ કરીને પ્રેક્ષકોને મનોરંજન પુરૂ પાડશેઃ ઇલીનોઇ રાજયના ૨૦૦માં વર્ષની પણ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવશે અને રાજયના ગવર્નર, લેફટનન્‍ટ ગવર્નર, કોંગ્રેસના ચુંટાયેલા આગેવાનો તેમજ શિકાગોના કોન્‍સ્‍યુલ જનરલ નિતા ભૂષણ પણ હાજર રહેશેઃ રાત્રે ૯-૩૦ કલાકે આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવશે: access_time 9:16 pm IST