Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ગારીયાધાર તાલુકા માલધારી સંગઠન દ્વારા વિવિધ પ્રશ્ને મામલતદારને આવેદન અપાયું

ગારીયાધાર તા.૧૪: ગારીયાધાર તાલુકા માલધારી સંગઠન દ્વારા સમાજના આગેવાનની હત્યા અને વિવિધ પ્રશ્નોને લઇને વિશાળ બાઇક રેલીઓ યોજી મામલતદારને વિવિધ માંગણીઓ સાથે ભારે જનમેદની સાથે આવેદનપત્ર પાઠવાયું હતું.

ગઇકાલે માલધારી ગામડાઓથી વિશાળ બાઇક રેલી યોજી મોટી સંખ્યામાં માલધારી એકઠા થયા હતા. એસ.ટી. સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી પગપાળા રેલી યોજી હતી. જે માલધારી સંગઠનની વિશાળરેલીનું ગારીયાધાર માંધાતા ગ્રુપ દ્વારા તિલક કરી પુષ્પો સાથેસ્વાગત કરવામાં આવ્યું હતું.

આ આવેદનપત્રમાં કડી તાલુકાના ખેરપુર ગામના ગૌરક્ષક સ્વ.રાજુભાઇ રબારી હત્યા કરનારાઓને સખ્ત સજાની માંગ ગારીયાધાર તાલુકામાં ગૌચરણની જમીનો પર થયેલા દબાણો દુર કરવાની માંગણી ઉપરાંત માલધારી સમાજને ગુજરાત રાજય તરફથી ફાળવવામાં આવતી વાડાની જમીન કાયદેસર કરવાની પણ રજુઆત કરવામાં આવી છે.

ગારીયાધાર માલધારી સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવી માલધારીઓની લાપડીયાપીર ખાતે જનસભા યોજાઇ હતી. જેમાં વિવિધ પ્રશ્ને આગેવાનો દ્વારા વકતવ્ય રજુ કરેલ.

કાર્યક્રમમાં માલધારી સમાજના શૈલેષભાઇ મેર, રાજુભાઇ ખયણા, મેઘજીભાઇ ગલાણી, ખીમજીભાઇ લૈલા, ભરતભાઇ રબારી અને મામૈયાભાઇ રબારી સહીતના આગેવાનો જોડાયા હતા.

(12:38 pm IST)