Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

જસદણ તાલુકાની પાણી યોજનાનું કુંવરજીભાઇના હસ્તે ખાતમુહુર્ત

જસદણ તા. ૧૪ : જસદણ-વિંછીયા પંથકમાં પીવાના પાણી એકાંતરા મળે તેવું લાંબાગાળાનું રૂ.પપ કરોના ખર્ચે માસ્ટર પ્લાન બનાવી તેનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું ભડલી ખાતે ગ્રુપ યોજનાના ખાતમુર્હુત પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું રૂ.૭૮ લાખના ખર્ચે ભડલી, ગઢાળા, સોમપર ગામોને પીવાના પાણીની નવી વ્યવસ્થાના ભાગરૂપે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે તેમજ બન્ને તાલુકાને ચારગ્રીડમાં વહેચી રૂ. પપ કરોડના ખર્ચે સૌની યોજનાથી ડેમ ભરવાનું કામ હાથ ધરાશે તેમ મંત્રી કુંવરજીભાઇએ જણાવ્યું હતું. આ પંથકની પથરાળ ભોગૌલિક પરિસ્થિતિના કારણે પાણીની સમસ્યા રહે છે. જેનો આવનારા સમયમાં કાયમી ઉકેલ લાવવા ખુબ જ ટુંકાગાળામાં આયોજનો કરી યોજનાનું અમલીકરણ હાથ ધરવામાં આવતા મંત્રીએ પાણી પુરવઠાના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે મંત્રીએ કોઇપણ ખેડુતને આ યોજનાથી નુકશાન નહીં પહોંચે તેવો દિલાસો આપ્યો હતો આ સાથે લોકોને સુવિધાઓની યોગ્ય જાળવણી કરવા અપીલ કરી હતી.

આ પ્રસંગે પાણી પુરવઠા વિભાગ, પશ્ચિમ ઝોનના મુખ્ય ઇજનેર મારૂએ સૌની યોજના અંતર્ગત જસદણ વિંછીયામાં વિવિધ ગ્રીડ હેઠળ થનારી યોજનાકીય કામગીરીની માહિતી પુરી પાડીહતી. ભડલી, ગઢાળા અનેસોમપુરના સરપંચઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું પ્રાંત અધિકારી અમિત ચૌધરી, અગ્રણી મનસુખભાઇ જાદવ, જેસાભાઇ સોલંકી, ખોડાભાઇ ખસીયા, જસદણ યોર્ડના પૂર્વ ચેરમેન પોપટભાઇ રાજપરા, રસીકભાઇ નિમબાર્ક, જેઠાભાઇ માલધારી સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(9:44 am IST)