Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

અમરેલીના લીલીયામાં ધોધમાર વરસાદ :નાવલી નદીમાં પૂર આવતા મેઈન બજારની દુકાનોમાં પાણી ઘૂસ્યા

નાવલી નદીના પાણી મેઈન બજારમાં ઘુસી જતા પાણીના પ્રવાહમાં માલસામાન અને પશુઓ તણાયા

અમરેલીઃ અમરેલી જિલ્લાના લીલીયા શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને પગલે ગામમાંથી નીકળતી નાવલી નદીમાં નવા નીરની આવક થતા નાવલી નદીમાં પુર આવ્યું હતું. પૂરને  કારણે  લીલીયા શહેરની મેઇન બજારમાં આવેલી દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓનો દુકાનમાં રોખેલો માલ પાણીમાં પલળી જતાં ભારે નુકસાન થયું છે. ગામની બજારોમાં નદી વહેતી હોય તેમ પાણી વહેતું હતું. તો આ પાણીના પ્રવાહમાં પશુઓ પણ તણાવા લાગ્યા હતા. 

(8:17 pm IST)