Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

સણોસરા ગ્રામ પંચાયત દ્વારા સોમનાથ જીનીંગની ઓફીસને સીલ

૧૭ વર્ષનો વેરો બાકી હોય કડક કાર્યવાહી

રાજકોટ, તા. ૧૪ : અમદાવાદ હાઇવે ઉપર આવેલ નજીકના સણોસરા ગામની ગ્રામ પંચાયત દ્વારા કડક વેરા વસુલી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જેમાં ગઇકાલે વાંકાનેર હાઇવે ઉપર આવેલ સોમનાથ જીનીંગ ફેકટરીની સણોસરા ગ્રામ પંચાયત હેઠળ આવતી સોમનાથ સ્પીનટેસ પ્રા. લી.ની ઓફીસને ગઇકાલે બપોરે સણોસરાના સરપંચ શ્રીમતિ નફીસાબેન યુનુસભાઇ શેરસીયા તથા તલાટી મંત્રીશ્રી હસુમતિબેન એલ. જાપડા દ્વારા 'સીલ' મારવામાં આવેલ છે.

રાજકોટ તાલુકા વિકાસ અધિકારીશ્રી પી.જી. જાડેજાના માર્ગદર્શન તળે આ કાર્યવાહી કરવામાં આવેલ જેમાં સોમનાથ જીનીંગ ફેકટરીને અગાઉ બે વાર નોટીસ મોકલવામાં આવી હતી છતાં મોટી રકમનો વેર ૧૭ વર્ષથી બાકી રહેતા કડક પગલા લેવાતા આવતા અન્ય બાકીદારોમાં પણ ચર્ચા જાગી છે.  આ કાર્યવાહી વેળા ઉપસરપંચ બાબુભાઇ ગાંડુભાઇ ડાભી, સભ્યો હુસેનભાઇ શેરસીયા અને રિઝવાનભાઇ ભુવર પણ સાથે રહ્યા હતાં.(૮.૬)

 

(1:56 pm IST)