Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

મોરબી પાસે અકસ્માતમાં ૨ના મોત

રફાળેશ્વર પાસે ટ્રક પાછળ ટ્રેઇલર ઘુસી ગયુ

મોરબી તા. ૧૪ : મોરબીના રફાળેશ્વર નજીક ટ્રક પાછળ ટ્રેઇલર ઘુસી જતા બેના મોત થયા છે જે મામલે તાલુકા પોલીસે અકસ્માત અંગે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામના રહેવાસી અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા ઈશ્વરભાઈ રમેશભાઈ કચ્છીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ડમ્પર નં જીજે ૦૩ બીવી ૮૯૦૧ના ચાલકે ડમ્પર પુરઝડપે ચલાવી ટ્રેઇલર નં જીજે ૧૨ બીવી ૨૦૩૮ પાછળ ભટકાડી ફરિયાદીને ઈજા પહોંચાડી હતી તેમજ અકસ્માતમાં ટ્રેઇલરના ડ્રાઈવર ગુડુભાઈ જવાહરભાઈ યાદવ ઉ.વ. ૨૦) વાળાને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થયું છે જયારે અકસ્માતમાં ડમ્પર ચાલક દલસુખભાઈ સોમાભાઈ વાઘેલા રહે. દેવસર ચોટીલા વાળાનું મોત થયું હતું પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:46 pm IST)