Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

મારે અને જુનાગઢને વિશેષ નાતો તેમ હંમેશા નરેન્દ્રભાઇ કહેતા

મુખ્યમંત્રી તરીકે ૩૨ વખત સોરઠમાં આવ્યા'તાઃ વડાપ્રધાન તરીકે ૨૦મીએ બીજી વખત આવશે

પ્રથમ તસ્વીરમાં જુનાગઢમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અને હેમાબેન આચાર્ય સાથે શ્રી નરેન્દ્રભાઇ મોદીનો ફાઇલ ફોટો.

જુનાગઢ તા. ૧૪ : મારે અને જૂનાગઢને વિશેષ નાતો છે. કારણ કે જુનાગઢના નરસિંહ મહેતાએ તેમની પુત્રીને વડનગરમાં પરણાવી હતી. હું વડનગરનો છું એવો સંદર્ભ કરીને જુનાગઢ પ્રત્યે વિશેષ લાગણી હંમેશા વ્યકત કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પ્રજા કલ્યાણના કામો માટે હાલના જૂનાગઢ જિલ્લાના વિસ્તારોમાં ૩૨ વખત આવ્યા હતા.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જુનાગઢને પ્રવાસનના નકશામાં વૈશ્વિક સ્થાન મળે તે માટે અનેક પ્રોત્સાહિત યોજનાનો અમલ કરાવ્યો હતો. હાલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં પણ એજ માર્ગે જુનાગઢ જિલ્લાના પ્રવાસન વિકાસ માટે તેજ ગતિએ કામો થઇ રહ્યા છે.

શ્રી નરેન્દ્રભાઇ મોદીની મુખ્યમંત્રી તરીકેની જુનાગઢની મુલાકાત જોઇએ તો સૌ પ્રથમ તા. ૯ નવેમ્બર ૨૦૦૧ ઓપન એર થીયેટરનું ખાતમુહૂર્ત, તા. ૨૦-૪-૨૦૦૨ હાલારી વિશા ઓસવાલ ટ્રસ્ટનો કાર્યક્રમ, ૮-૧૨-૨૦૦૨ માળીયા અને માંગરોળમાં જાહેર કાર્યક્રમ, ૨૮ ડિસેમ્બર ૨૦૦૨ જુનાગઢમાં મીટીંગ, ૫ જુલાઇ માંગરોળ જૂથ યોજનાનું લોકાર્પણ, ૭ ઓકટોબર ૨૦૦૩ જુનાગઢમાં કૃષિ વૈજ્ઞાનિકો સાથે બેઠક, ૯ નવેમ્બર ૨૦૦૩ બક્ષીપંચ હોસ્ટેલનો કાર્યક્રમ અને જૂનાગઢના ગણેશનગરમાં પાણીના પ્રોજેકટનું લોકાર્પણ અને આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત, તા. ૩૦-૪-૨૦૦૪ જૂનાગઢ અને માણાવદરમાં ભારત ઉદય યાત્રા, ૨૦ ઓગસ્ટ, ૨૦૦૫ માણાવદર તાલુકામાં કાર્યક્રમ, તા. ૧૫-૯-૨૦૧૫ ડો. સુભાષ એકેડેમીમાં કાર્યક્રમમાં હાજરી, તા. ૨૪-૧૨-૨૦૦૫ અમૃત મહોત્સવ, કેળવણી સંકુલમાં કાર્યક્રમ અને ડેરીનું લોકાર્પણ, ૧૫-૭-૨૦૦૬ આંબેડકર ભવનનું લોકાર્પણ, મહાનગર પાલિકાના ભવનનું લોકાર્પણ, તા. ૭-૪-૨૦૦૭ સિંહના રક્ષણ માટે સાસણમાં મીટીંગ, તા. ૨૨ એપ્રિલ ૨૦૦૭ બુક મેળો અને દરબાર હોલમાં કાર્યક્રમ, ૩૦-૪-૨૦૦૭ કાઠી કન્યા સ્કુલમાં કાર્યક્રમ, દામોદરકુંડ ખાતે આરતી, ૧ મે ૨૦૦૭ જુનાગઢમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અને રોપ વેનું ખાતમુહુર્ત તા. ૨-૫-૨૦૦૭ સાસણમાં રીવ્યુ મીટીંગ, ૧૧-૮-૨૦૦૭ જુનાગઢના પુરગ્રસત વિસ્તારોમાં હવાઇ નિરીક્ષણ, તા. ૨૦ મહિલા સંમેલ ચીરોડા, તા. ૧૮-૪-૨૦૦૮ ગાંઠીલા મંદિર ખાતે જાહેર કાર્યક્રમ, ૨૪-૫-૨૦૦૯ કૃષિ મહોત્સવ, તા. ૧૭-૭-૨૦૦૯, તા. ૨૦-૧૦-૨૦૦૯ સૂર્યકાંતભાઇ આચાર્યના ખબર અંતર, માંગરોળના પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત, તા. ૧-૮-૨૦૧૦ મેંદરડા ગરીબ કલ્યાણ મેળો, તા. ૨૨અ૧૨-૨૦૧૧ સદ્ભાવના મિશન જુનાગઢ, તા. ૬-૫-૨૦૧૨ માણાવદરમાં કૃષિ મહોત્સવ, તા. ૧૪-૮-૨૦૧૨ મેડીકલ કોલેજનું ખાતમુહુર્ત, તા. ૧૫-૮-૨૦૧૨ જુનાગઢમાં સ્વાતંત્ર્ય રાજ્ય પર્વની ઉજવણી, ૧ ઓકટોબર ૨૦૧૨ વિવેકાનંદ વિકાસ યાત્રામાં હાજરી તેમજ તા. ૧૨-૬-૨૦૧૩ મેંદરડા શાળા પ્રવેશોત્સવ, તા. ૧-૭-૨૦૧૩ સ્વ.શ્રી ભાવનાબેન ચીખલીયાને શ્રધ્ધાંજલી કાર્યક્રમ તેમજ તા. ૧૦-૭-૨૦૧૩ પરબ મેળાના દર્શન આમ ૩૨ વખત શ્રી નરેન્દ્રભાઇ મોદી જૂનાગઢ જિલ્લાની મુલાકાતે મુખ્યમંત્રી તરીકે આવેલા છે.

વડાપ્રધાન બન્યા પછી ડીસેમ્બરમાં અને હવે તા. ૨૦-૭-૨૦૧૮ના રોજ વિકાસના કામોના લોકાર્પણના પ્રસંગે પધારી રહ્યા હોય જુનાગઢના લોકોમાં વડાપ્રધાનને આવકારવા અનેરો ઉત્સાહ છે.

સંકલન

અશ્વિન પટેલ

માહિતી ખાતુ, જૂનાગઢ

(11:53 am IST)