Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

જસદણના ગામડાના વિકાસ પ્રશ્ને સરપંચોની ડીડીઓને રજુઆત

જસદણ તા.૧૪: જસદણ તાલુકા સરપંચ એશો. દ્વારા જસદણ ખાતે આવેલા જીલ્લા વિકાસ અધિકારીને કરેલી લેખિત રજુઆત મુજબ જસદણ તાલુકા પંચાયતમાં અમઇની બે જગ્યા છેલ્લા દોઢ વર્ષથી ખાલી છે. એક માત્ર અમઇ છે. જેની છેલ્લા એક વર્ષમાં પાંચ વખત બદલી થઇ છે. માત્ર એક જ અમઇ હોવાથી કામોની સાઇટ આપવી, કામના માપ લેવા, બીલ બનાવવા જેવી કામગીરી, સમયસર થતી નથી. ૧૪માં નાણા પંચની જોગવાઇ મુજબ ભુગર્ભ ગટર અને પાણી પુરવઠાના કામોની ટીએસ પા.પુ. બોર્ડના નાકાઇને આપવાની જોગવાઇ છે. પા.પુ.બોર્ડ અંધજપત્રક બનાવવા ૧૮ ટકા વહિવટી ચાર્જ લે છે ટીએસ માર્ગ મકાન વિભાગ તરફથી મળવી જોઇએ. જી.પં.ના સ્વભંડોળ હેઠળ મંજુર થયેલા એલઇડી સ્ટ્રીટ લાઇટના કામોના કમ્પ્લીશન કયા અધિકારીએ આપવાનું હોય છે તેનુ સ્પષ્ટી કરણ કરવુ જરૂરી છે. સ્પષ્ટીકરણના અભાવે મંજુર થયેલા કામો થઇ શકતા નથી. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગરીબ લોકોના મકાનમાં શૌચાલય બનાવવા મંજુરી આપવી જોઇએ. જે ગામમાં ગામતળ ન હોય તેવા ગામમાં બીપીએલ લોકોને પ્લોટ ફાળવવા જોઇએ. જસદણ તાલુકામાં તલાટીની અનેક જગ્યા ખાલી છે જેથી વિકાસ કામો, વસુલાત સહિતની કામગીરીને ન્યાય મળતો નથી. ડીડીઓ અનીલ રાણાવસીયા અને ડેપ્યુટી ડીડીઓ શ્રીખરાડીએ આ પ્રશ્નોનો વહેલી તકે ઉલેલની ખાત્રી આપી હતી.

(11:48 am IST)