Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

જસદણના કોઠીમાં વર્ષા પરમારે ફાંસો ખાધોઃ માસી જોઇ જતાં જીવ બચી ગયો

બહેન સાથે વાસણ માંજવા બાબતે ઝઘડો થતાં પગલું ભર્યુ

રાજકોટ તા. ૧૪: જસદણના કોઠી ગામે રહેતી વર્ષા હીરાભાઇ પરમાર (ઉ.૧૮) નામની વણકર યુવતિએ ગળાફાંસો ખાઇ લેતાં બાજુમાં જ રહેતાં માસી ભાવનાબેન જોઇ જતાં નીચે ઉતારી લઇ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં જીવ બચી ગયો છે.

વર્ષા ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ છે અને તેના પિતા કડીયા કામની મજૂરી કરે છે. વર્ષા અને નાની બહેન કિંજલ વચ્ચે વાસણ માંજવા બાબતે બોલાચાલી થતાં વર્ષાને માઠુ લાગી જતાં આ પગલું ભર્યાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી.

(11:41 am IST)