Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

દેવભૂમિ દ્વારકામાં વિવિધ વિકાસ કામોની મોનીટરીંગ કમિટીની સમીક્ષા બેઠક મળી

ખંભાળીયા ખાતે જીલ્લામાં ચાલવા વિવિધ પ્રજાકિય વિકાસ કામોની મોનીટરીંગ કમિટીની બેઠક યોજાયેલ તે પ્રસંગની તસ્વીર

ખંભાળીયા, તા.૧૪: કેન્દ્ર તેમજ રાજયની વિવિધલક્ષી વ્યકિતગત તથા સામુહિક યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, ગ્રામિણ આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, ડ્રીંકીગ વોટર પ્રોગ્રામ, ફસલ વિમા યોજના, નેશનલ હેલ્થ મિશન,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના,સર્વ શિક્ષા અભિયાન, કૌશલ વિકાસ યોજના, ડીઝીટલ ઇન્ડીયા વગેરે જેવી લોકઉપયોગી યોજનાઓની કામગીરીનું અમલીકરણ જિલ્લામાં અસરકારક રીતે થાય અને આ તમામ યોજનાઓની કામગીરીની સમિક્ષા ગંભીરતા પૂર્વક થાય તે માટે ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીની રચના કરી તેની સમિક્ષા બેઠક યોજવામાં આવે છે. જે અનુસંધાને આજે કલેકટર કચેરી સભાખંડમાં ઇન્ચા. કલેકટરશ્રી આર.આર. રાવલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.

બેઠકમાં જિલ્લામાં કાર્યરત કેન્દ્ર સરકારની યોજનાઓ જેવી કે મનરેગા, અંત્યોદય યોજના, દિન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, ગ્રામ સડક યોજના, કૃષિ સિંચાઇ યોજના, નેશનલ હેરીટેજ સીટી ડેવલપમેન્ટ, સ્માર્ટ સીટી મિશન, સર્વ શિક્ષા અભિયાન વગેરે યોજનાઓની વિગતવાર સમિક્ષા કરી હતી અને અધિકારીશ્રીઓ સાથે યોગ્ય પરામર્શ કરી લોકોને યોજનાઓનો પુરો લાભ મળે તે માટે સુચનો કર્યા હતા. મીટીંગના એજન્ડાનું વાંચન ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચા. નિયામકશ્રી વિઠલાણીએ કર્યુ હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી પી.એસ. જાડેજા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી દેવસીભાઇ, ડીવાયએસપી શ્રી ગોહિલ, નાયબ કલેકટરશ્રી સરવૈયા તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ/ પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

ઓરી રૂબેલા વેકસીકરણ અંગે માહિતગાર કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે કલેકટર કચેરી સભાખંડમાં કલેકટરશ્રી રાવલના અધ્યક્ષ સ્થાને દિશાની મળેલ બેઠકમાં ઓરી અને રૂબેલા વેકસીકરણ અંગે પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી આપી હતી. તેમજ આગામી ૧૬ જુલાઇથી શરૂ થનાર આ અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.

(11:26 am IST)