Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ધોરાજી આર.એસ.એસ વિશ્વ હિન્દુ પરિષદ સંયુક્ત દ્વારા મહારક્તદાન કેમ્પ યોજાયો

બે સ્થાનો ઉપર યોજાયેલા મહારક્તદાન કેમ્પ માં ૧૩૫ જેટલા ભાઈ બહેનોએ રક્તદાન કરી કોરોના મહામારીના સમયમાં મહત્વનું યોગદાન આપ્યું: ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ રોહિત 14 જેટલી ભગીની સંસ્થાઓ દ્વારા મહારક્તદાન કેમ્પ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુંઆ કેમ્પમાં કે ઓ શાહ કોલેજ ખાતે તેમજ સરસ્વતી શિશુ મંદિર જીન પ્લોટ ખાતે મહારક્તદાન કેમ્પ બે સ્થાન ખાતે યોજાયા હતા
કેમ્પનું ઉદઘાટન ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગોંડલ વિભાગીય સંઘચાલક ચંદુભાઈ ચોવટીયા વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલ જિલ્લાના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ રાજાણી મંત્રી પ્રફુલ ભાઈ જાની ધોરાજી શહેર ના મંત્રી મનીષ ભાઈ સોલંકી રાજકોટ નાગરિક બેંકના ડીરેકટર કાર્તિકેય પારેખ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર પાંખના વિઠ્ઠલભાઈ કોરડીયા વિદ્યાભારતી સંસ્થાના રણછોડભાઈ વઘાસિયા વિનુભાઈ વઘાસિયા ભક્ત શ્રી તેજાબાપા અન્નછેત્ર ટ્રસ્ટ ના આર.કે કોયાણી સુરેશભાઈ વઘાસિયા ધીરુભાઈ કોયાણી વિગેરે મહાનુભાવોના વખતે દિપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
આ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચંદુભાઇ ચોવટીયા એ જણાવેલ કે ધોરાજીમાં મહારક્તદાન કેમ્પરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજીના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું. ૧૮ વર્ષથી ઉપરના લોકોનું વેક્સિનેશન પ્રારંભ થયેલ છે જેથી હવે રક્તની ખૂબ ખેંચ વર્તાશે કારણ કે વેક્સિન લીધા બાદ ૧૫ દિવસે અને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ૪૨ દિવસ સુધી રક્તદાન કરી શકાતું નથી આથી અગાઉથી તૈયારીના ભાગરૂપે થેલેસેમિયાના દર્દીઓ તેમજ સગર્ભા માતાઓ બહેનો ને બ્લડ માટે પડતી મુશ્કેલીઓને પહોંચી વળવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પ બે અલગ અલગ સ્થળે રાખેલું હતું, જેમાં કે. ઓ. શાહ કોલેજ ખાતે રાજકોટ રેડ ક્રોસ બ્લડ બેન્ક નો સ્ટાફ આવેલ તે સ્થળે 58 લોકો દ્વારા રક્તદાન થયેલ તથા સરસ્વતી શિશુ મંદિર ખાતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ આવેલ તે સ્થળે 77 લોકો દ્વારા રક્તદાન થયેલ એમ કુલ મળીને 135 લોકોએ રક્તદાન કરેલું હતું.આ મહારક્તદાન કેમ્પ ને સફળ બનાવવા માટે ધોરાજીની ૧૪ જેટલી સંસ્થાઓ જેમકે ભારત વિકાસ પરિષદ,લાયન્સ કલબ,નિસ્વાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ,ગોકુલ ગૌશાળા,ભક્ત શ્રી તેજાબાપા ટ્રસ્ટ,લઘુ ઉદ્યોગ ભારતી,વિદ્યા ભારતી,JCI તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ,શ્રી કૃષ્ણ ગૌશાળા,માધવ ગૌશાળા,સીતારામ સેવા મંડળ ટ્રસ્ટ,રોકડીયા હનુમાન ટ્રસ્ટ,પ્લાસ્ટિક એસોસિએશન દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(8:24 pm IST)