Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

પત્નીને કેરોસીન છાંટી સળગાવી દઇલને હત્યા કરવા અંગે ગોંડલના લીલાખા ગામના દેવી પુજક યુવાનને આજીવન કેદ

ગોંડલના સરકારી વકીલ ડોબરીયાની દલીલ માન્ય રાખી સજા ફટકારતી કોર્ટ

ગોંડલ તા ૧૪ : ગોંડઇ તાલુકા ના લીલાખા ગામમાં રહેતા દેવીપુજક યુવાને પોતાની ધર્મ પત્ની ને દશામૉનાં વ્રતના દિવસે 'કેરોસીન છાંટી સળગાવી દઇ ખુન કરી નાખેલ જે કેસમાં પતિને આજીવન કેદની સજા ગોંડલની સેશન્સ અદાલતે ફરમાવેલ છે.

આ કેસ ની ટુંકમાં હક્કીત એવી છે કે રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના લીલાખા ગામે તા. ૪/૮/૧૬ ના રોજ દશામાનું વ્રત હોય અને ગુજરનાર ભારતીબેન ઘરમાં હતા ત્યારે તેના પતિ દીનેશ નાનજીભાઇ સોલંકી ઘરે આવેલ અને જુગાર રમવા જવું છેતેમજ ગુજરનાર ભારતીબેન પાસે પચાસ રૂપીયા માંગેલ અને ભારતીબેને પૈસા દેવાની ના પાડતા પોતાના પતિ દીનેશ નાનજીએ ભારતીબેન સાથે મારકુટ કરેલ અને ભારતીબેન ઉપર કેરોસીન છાંટેલ અને વ્રતનો દીવો ચાલુ હોય તે દીવો અડાડી ભારતીબેન દીનેશભાઇને સળગાવી નાખેલ અને ત્યારબાદ ભારતીબેનનેસારવાર અર્થે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ અને ત્યારબાદ ભારતીબેને પોતાના પતિ દીનેશ નાનજી સોલંકી વિરૂધ્ધ ફરીયાદ લખાવેલ

ત્યારબાદ ગુજરનાર ભારતીબેને મામલતદાર ગોંડલનાઓને પોતાનું મરણોન્મુખ નિવેદન લખાવેલ જેમાં તેઓએ સ્પષ્ટ જણાનવેલ કે ' તેણીને પોતાના પતિ દિનેશભાઇ નાનજીભાઇ સોલંકીએ કેરોસીન  છાંટી દશામાના વ્રતનો દીવો ચાલુ હોય તે અડાડી સળગાવી નાખેલ છે. જેથી ભારતીબેનના પતિ દિનેશભાઇ નાનજીભાઇ  સોલંકી વિરૂધ્ધ ભારતીય દંડ સહીતાની કલમ-૩૦૨ મુજબનો ગુન્હો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરવામાં આવેલ હતી.

સદર ગંભીર બનાવનો ગુન્હો દાખલ થયા બાદ પોલીસેઆરોપી દિનેશભાઇ નાનજીભાઇ સોલંકીની ધરપકડ કરેલ અને ધરપકડ કર્યા બાદ ગોંડલ તાલુકાના એ.એસ.આઇ. એ.એલ. મહેતાએ ગુજરનાર ભારતીબેનનું મરણોન્મુખ નિવેદન મેળવી  કોર્ટમાં ચાર્જશીટ કરેલ ત્યારબાદ ઉપરોકત કેસ સેશન્સ અદાલત, ગોંડલ ખાતે કમીટ થતા સરકારી વકીલશ્રી ઘનશ્યામ કેશવજીભાઇ ડોબરીયા દ્વારા સરકારશ્રી તરફે દસ્તાવેજી પુરાવો રજુ કરવામાં આવેલ અને ત્યારબાદ સરકારશ્રીતરફે કુલ ૧૫ સાહેદો તપાસવામાં  આવેલ અને મુખ્યતવે ગુજરનાર ભારતીબેનનું મરણોન્મુખ નિવેદન અદાલતે ધ્યાને લઇ તેમજ સરકારી વકીલશ્રી ઘનશ્યામભાઇ કે ડલબરીયાની દલીલોને ધ્યાને લઇ આરોપી દીનેશભાઇ નાનજીભાઇ સોલંકીને ભારતીય દંડ સહીતાની કલમ ૩૦૨ ના ગંભીર ગુન્હામાં તકસીરવાન ઠરાવી સેેશનસ જજ શ્રી જે.એન. વ્યાસે આજીવન કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે વકીલ શ્રી ઘાશ્યામભાઇ કે. ડોબરીયા રોકાયેલા હતા.

(11:53 am IST)
  • શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની ગોળી મારીને હત્યા : જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા. : સત્તારૂઢ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) ના નઇમ અખતરે જણાવ્યું,કે જ્યારે ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારી હતી. access_time 8:36 pm IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST