Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ગોંડલમાં રવિવારે સર્વજ્ઞાતિય સમુહલગ્ન

બક્ષીપંચ સમાજ સંગઠન દ્વારા દ્વીતીય આયોજન : ૩૫ યુગલો જોડાશે : શનિવારે લોકડાયરો

રાજકોટ તા. ૧૪ : ગોંડલ શહેર બક્ષીપંચ સમાજ સંગઠન દ્વારા તા. ૧૭ ના રવિવારે સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આયોજન કરાયુ છે. જેમાં ૩૫ યુગલો સમુહમાં લગ્નગ્રંથીથી જોડાશે.

આ અંગે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે બક્ષીપંચ સમાજ સંગઠન દ્વારા આ સતત દ્વીતીય આયોજન છે. ગોંડલમાં રાજકોટ-જેતપુર હાઇવે પર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિના આંગણે રવિવારે  તા.૧૭ આયોજીત આ સમુહલગ્નની સાથે રકતદાન અને વ્યસન મુકિત શીબીર પણ ગોઠવવામાં આવેલ છે.

પૂર્વ સંધ્યાએ તા. ૧૬ ના શનિવારે રાત્રે ૮ થી ૧૧ લોકસાહિત્ય અને હાસ્ય દરબારનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં હરદેવભાઇ આહીર અને શિવરાજસિંહ વાળા જમાવટ કરશે.

અવસરની રૂપરેખા મુજબ રવિાવરે સવારે ૬.૩૦ વાગ્યે જાન આગમન, ૮ વાગ્યે સામૈયા, ૯ વાગ્યે હસ્ત મેળાપ, ૧૧.૧૫ કલાકે સ્વાગત સન્માન, ૧૧ વાગ્યાથી ભોજન, બપોરે ૧.૩૦ વાગ્યે જાનને વિદાય અપાશે. દિકરીઓને કરીયાવરમાં પગના સાંકળા, પલંગ સહીતની ૫૧ જેટલી વસ્તુઓ અપાશે.

ગોંડલ માર્કેટ યાર્ડના અધ્યક્ષ જયંતિભાઇ ઢોલની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમનું ઉદ્દઘાટન રાજયના મંત્રી ઇશ્વરભાઇ પટેલના હસ્તે કરાશે.

અતિથિ વિશેષ તરીકે કેબીનેટ મંત્રી ઇશ્વરભાઇ પરમાર, કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, રાજય કક્ષાના મંત્રી વાસણભાઇ આહીર, રાજયકક્ષાના મંત્રી પરસોતમભાઇ સોલંકી, વિધાનસભાના દંડક ભરતસિંહ સોલંકી, વિધાનસભાના ઉપદંડક આર. સી. પટેલ, પછાતવર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકી, જુનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, સામાજીક ન્યાય સચિવ કે. જી. વણઝારા  ઉપસ્થિત રહેશે.

તેમજ ગોંડલ અક્ષર મંદિરના શ્રી દિવ્યસ્વરૂપ સ્વામી, વડવાળી જગ્યા ગોંડલના મહંતશ્રી સીતારામબાપુ, જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના સ્વામી મુકતસ્વરૂપદાસજી, ગોંડલ લાલદાસબાપુની જગ્યાના મહંતશ્રી, ગોંડલ ભુવનેશ્વરીપીઠના આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજ, રાજકોટના કથાકાર શાસ્ત્રી ભાસ્કરભાઇ દવે, પાલીતાણા કાળભૈરવ પીઠના મહંતશ્રી રાજેશભાઇ શુકલ ઉપસ્થિત રહી વર કન્યાને આશીર્વચનો આપશે.

સમગ્ર સમુહલગ્ના દાતા તરીકે ગોંડલ યાર્ડના ચેરમેન જયંતીભાઇ ઢોલ, અગ્રણી ઉદ્યોગપતિ રમેશભાઇ ધડુક, એશીયાટીક કોલેજના ગોપાલભાઇ ભુવા, ઠાકોર-કોળી વિકાસ નિગમના વાઇસ ચેરમેન ભૂપતભાઇ કોળી, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ લ્હાવો લીધો છે.

તસ્વીરમાં વિગતો વર્ણવતા બક્ષીપંચ સમાજ સંગઠ ગોંડલના પ્રમુખ અને કોળી જ્ઞાતિ આગેવાન ચંદુભાઇ ડાભી (મો.૯૯૭૯૨ ૪૧૫૫૫),  બક્ષીપંચ સંગઠનના મહામંત્રી  અને મોચી જ્ઞાતિ આગેવાન કિશોરભાઇ જેઠવા (મો.૯૨૨૮૧ ૨૯૧૧૧), બક્ષીપંચ સંગઠનના ઉપપ્રમુખ  અને વરીયા પ્રજાપતિ આગેવાન મનોજભાઇ મારડીયા, બક્ષીપંચ સંગઠનના મંત્રી અને વાટલીયા પ્રજાપતિ આગેવાન વલ્લભભાઇ કટકીયા, સાધુ સમાજ ગુજરાત પ્રદેશ પ્રમુખ મનોજભાઇ મેસવાણીયા, વાળંદ સમાજના ઉપપ્રમુખ રાજુભાઇ ચાવડા, લુહાર સમાજના શૈલેષભાઇ મિસ્ત્રી, કડીયા સમાજના જીતુભાઇ મારૂ, દેવીપૂજક સમાજના રવિભાઇ જસાણી વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(11:38 am IST)
  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST

  • શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની ગોળી મારીને હત્યા : જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા. : સત્તારૂઢ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) ના નઇમ અખતરે જણાવ્યું,કે જ્યારે ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારી હતી. access_time 8:36 pm IST

  • રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની 27 સીટ પરની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર : કોંગ્રેસનો 11 બેઠકોમાં કબ્જો ;ભાજપનો 13 સીટમાં વિજય ;એક બેઠક એનસીપી અને બે સીટ પર અપક્ષનો વિજય થયો છે access_time 11:41 pm IST