Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

સોૈરાષ્ટ્ર ભરના દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદની ઉજવણીઃ ૩૦ રોઝા પુરા કર્યાઃ વિશેષ નમાઝ

જસદણ તા.૧૪: સોૈરાષ્ટ્રભરના વ્હોરા સમુદાય વસવાટવાળા ગામેગામમાં આજે વહેલી સવારે રમઝાનના ત્રીસ રોજા પુર્ણ કરી દાઉદી વ્હોરા સમાજએ ઇદની વિશેષ નમાઝ અદા કરી ઇદની ઉજવણી કરી હતી. રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, મોરબી, જુનાગઢ, પોરબંદર જેવા નગરોમાં જુદી-જુદી જગ્યાઓ પર અને ગોંડલ, જસદણ, જેતપુર, બાબરા, મહુવા, બોટાદ, કાલાવડ, ધ્રોળ, વિસાવદર, ચલાળા, જામખંભાળીયા, વંથલી, સુરેન્દ્રનગર, વઢવાણ સહિતના ગામોમાં વ્હેલી સવારે વ્હોરા ભાઇ બહેનો અને બાળકો ફાતેમી પરંપરાગતના શ્વેત અને રંગબેરંગી વસ્ત્રો ધારણ કરી પોતપોતાના ગામોની મસ્જિદોમાં જઇ અલ્લાહનો આભાર વ્યકત કર્યો હતો.

દાઉદી વ્હોરા સમાજમાં ગત તા. ૧ મેના રોજ મીસરી કેલેન્ડર મુજબ રમઝાન માસ શરૂ થયો હતો. અને ગત બુધવારે ત્રીસ રોઝા પુર્ણ કરી આજે ગુરૂવારે ઇદની ઉજવણી કરી હતી. આ ત્રીસ દિવસો દરમિયાન વ્હોરા બિરાદરોએ નમાઝ, રોઝા, કુઆર્નપઠન, ન્યાઝ, જકાત જેવા અનેકવિધ ધાર્મિક કાર્યો કરી અલ્લાહને પામવાની કોશીશ કરી હતી વિશ્વની સાથોસાથ સોૈરાષ્ટ્રભરના વ્હોરા બિરાદરો આજે વહેલી સવારે પોતપોતાના ગામોની મસ્જિદોમાં જઇ ફઝરની નમાઝ પછી ઇદની વિશેષ બે રકઆત નમાઝ પઢી દેશની પ્રગતિ અને ભાઇચારા આ ઉપરાંત સમાજના ત્રેપનમાં દાઇ (સર્વોેચ્ચ ધર્મગુરૂ) ડો. સૈયદના અબુ જાફરૂરસાદીક સાદીક આલીકદર મુફદ્લ ભાઇ સાહેબ ''સૈફુદ્ીન'' (ત.ઉ.શ) ના દીધાર્યુ અને સ્વાસ્થ્ય અંગે દુઆ-પ્રાર્થના કરી હતી.

જસદણમાં પણ ડો. સૈયદ સાહેબના  પ્રતિનિધિ શેખ મનસુરભાઇ સુરતવાળાએ ઇદની નમાઝ પઢાવી હતી. જયારે આજે સમાજના ધર્મગુરૂ તાજદાર ડો. સૈયદના સાહેબએ મુંબઇમાં ઇદની નમાઝ બાદ કદમબોસીની બેઠકમાં શામેલ થયાં હતાં. ત્યારે આજે સવારે સોૈરાષ્ટ્રભરની વ્હોરા મસ્જિદોમાં નમાઝ બાદ ઇદમુબારકના દ્રશ્યો તાદર્શ ખડા થયા હતા.

આમ, સોૈરાષ્ટ્રમાં આજે ઠેર-ઠેર નાસ્તા, જમણવારો યોજાય નાના મોટેરાઓએ ઇદની ઉજવણી કરી હતી.

(11:32 am IST)
  • કાલે પેટ્રોલમાં લિટરે 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા ;ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહિ થાય: પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા બે દિવસથી ભાવમાં ઘટાડાને બ્રેક લાગી હતી: કાલે શુક્રવારે પેટ્રોલમાં લીટર માત્ર આઠ પૈસાનો ઘટાડો થશે જયારે ડીઝલના ભાવ યથાવત રહેશે access_time 10:18 pm IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ ત્રીજા દિવસે અતિ ગંભીર સ્તરે :બાંધકામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો : લોકોને લાંબા સમય ઘરની બહાર નહીં રહેવા સૂચના:દિલ્હી એનસીઆર વિસ્તારમાં પીએમનું સ્તર 1400 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જે ગંભીર સ્તરથી ત્રણગણું વધારે છે access_time 11:33 pm IST

  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST