Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

વાંકાનેર પાલિકાના પ્રમુખપદે રમેશભાઇ વોરા ઉપપ્રમુખ પદે ધર્મેન્દ્રસિંહ જાડેજા બીનહરીફ

વાંકાનેર તા. ૧૪ : વાંકાનેર નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે પાલીકામાં શાસન કરે છે ગત ટર્મના પ્રમુખ અને ઉપપ્રમુખની મુદત પુરી થતા આજે વાંકાનેર નગરપાલિકાના મધ્યસ્થ ખંડમાં સાધારણ સભા પાલીકા ચૂંટણી અધીકારી ડેપ્યુટી કલેકટર શ્રી ખાચરના અધ્યક્ષતામાં યોજાયેલ સાથે ચીફ ઓફીસ ગીરીશભાઇ સરૈયા તથા ના.મા.બી.એસ.પટેલ ચૂંટણી પ્રક્રિયામાં સાથે રહ્યા હતા.

નગરપાલિકાના ર૮માંથી રપ સદસ્યો હાજર હતા. ૩ સભ્યો ગેરહાજર હતા પ્રથમ પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત માટે ફોમ વિતરણમાં બન્નેમાં એક-એક જ ફોમ ઉપડેલ જેમાં પ્રમુખ પદ માટે રમેશભાઇ વશરામભાઇ વોરા અને ઉપપ્રમુખ પદ માટે ધર્મેન્દ્રસિંહ ઘેલુભા જાડેજા આમ બેજ ફોમ ભરાયા હતા. અન્ય કોઇ ઉમેદવારી પત્ર નહી ભરાતા ઉપરોકત બન્ને હોદ્ેદારોને ચુંટણી અધીકારીએ બીનહરીફ જાહેર કર્યા હતા. વાંકાનેર ભાજપના અગ્રણી નેતા જીતુભાઇ સોમાણી, મોરબી જીલ્લા ભાજપ અગ્રણીઓ હીરેન પારેખ, ઇન્દુભા જાડેજા, ચેતનગીરી ગૌસ્વામી, શહેર પ્રમુખ દિનુભાઇ વ્યાસ તેમજ નગરપાલિકાના સર્વે સદસ્યો અને ઉપસ્થિત દલીત સમાજના અગ્રણીઓએ બન્ને હોદ્દેદારોને મીઠા મોઢા કરાવ્યા હતા.

(11:30 am IST)