Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

વડિયાના કૃષ્ણપરામાં ઉભરાતી ગટરની સફાઇ કરાવવા માંગણી

વડીયા,તા. ૧૩: વડીયા ગામે ભૂગર્ભ ગટરનો યોગ્ય નિકાલ કરવા ગ્રામ લોકોની રજૂઆત વડીયાના કૃષ્ણપરાની જે ગટર છે તેમાં અતિશય દુર્ગંધ ફેલાય સે અને સાફ-સફાઈ કરવામાં આવતી નથી લોકોની અનેક વખત ગ્રામપંચાયતમાં રજૂઆત કરવા છતાં આ ભૂગર્ભ ગટરની સાફ સફાઈ થતી નથી હાલ કોરોના ચાલી રહ્યો છે અત્યંત દુર્ગંધ ફેલાવે છે આરોગ્ય માટે હાનિકારક છે. સફાઈ કરવામાં નહીં આવે તો માણસોની આરોગ્ય માટે જોખમ કારક હોય કોઈ રોગચાળો ફેલાય અને લોકો તે રોગના ભોગના બને તે માટે વહેલી તકે આ ગટરને યોગ્ય કરવામાં આવે તેવી ગ્રામ લોકોએ વડીયા ગ્રામ પંચાયતમાં સરપંચ ને રજૂઆત કરેલ  છે.

(10:40 am IST)
  • બર્ડ ફ્લુમાં કચ્છને મળી રાહત : જિલ્લામાંથી કુલ ૩ સેમ્પલ ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા હતા તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા અપાઈ માહિતી access_time 4:39 pm IST

  • સાબરકાંઠામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું કમઠાણ, ઇડરમાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, યુવકને સારવાર માટે ઇડરની હોસ્પિટલમાં ખસેડાયો access_time 4:37 pm IST

  • આ તસવીર અમેરિકાના સંસદ ભવનની છે. દુનિયામાં સૌથી જૂની લોકશાહીનું જે મંદિર ગણાય છે. ૨૦૦ વર્ષમાં જે નહોતું બન્યું, અમેરિકા તે બધામાંથી પસાર થઈ રહ્યું છે. કેપિટલ બિલ્ડીંગ.. સંસદ ભવન આજે નેશનલ ગાર્ડના હવાલામાં છે. ૨૦ જાન્યુઆરી સુધી સૌ કોઈ આશંકિત છે.ટ્રમ્પ ઉપર કોઈને વિશ્વાસ નથી. FBIને તોફાનોની આશંકા છે. અમેરિકાની બુનિયાદ હલબલી ચૂકી છે. જાણીતા પત્રકાર બ્રજેશ મિશ્રાએ ટ્વિટર ઉપર શેર કરેલી તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે access_time 1:06 am IST