Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

માળિયાના મોટાભેલા-ચમનપરને જોડતો પુલ પાંચ મહિનામાં જ ખખડધજ બન્યો

પુલને જોડતા ગામોમાં કામની ગુણવત્તા જોઇને કચવાટ ફેલાયો ; સ્થાનીકોમાં રોષ ભભૂક્યો

મોરબી :માળિયા મીયાણા તાલુકાના મોટાભેલા ચમનપર ગામને જોડતો પુલ પાંચ મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો જે પુલ માત્ર પાંચ મહિનામાં જ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે જેથી સ્થાનીકોમાં રોષ જોવા મળી રહ્યો છે

મોટાભેલા-ચમનપર ગામને જોડતા રોડ પરથી દ્વિચકી અને નાના વાહનોની અવરજવર જોવા મળે છે નવો પુલ બનાવાયો તે પૂર્વે બેઠો કોઝવે પુલ વર્ષોથી અહીના લોકો ઉપયોગ કરતા હતા  મોટાભેલા ચમનપર, વવાણીયા, નાનાભેલા જેવા ગામોને ચોમાસા દરમિયાન આ કોઝવે ચાલુ વરસાદે પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો
 
છેલ્લા પાંચ મહિના પહેલા આ કોઝવેના સ્થાને પુલનું નિર્માણ થતાં આસપાસના ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી જોકે નવો પુલ બન્યાને માત્ર પાંચ મહિનાનો સમય વીત્યો છે ત્યારે પુલ પર લોખંડ ના સળીયા બહાર નિકળી આવ્યા છે અને વચ્ચેના ભાગે રીતસરની તીરાડ પડી જતાં પુલને જોડતા ગામોમાં કામની ગુણવત્તા જોઇને કચવાટ ફેલાયો છે અને સ્થાનીકોમાં રોષ ભભૂક્યો છે.

(1:02 am IST)