Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

માછીમારોના મળવાપાત્ર બાકી વેટ રિફંડની તાત્કાલિક ચુકવણી કરવા મત્સ્યદ્યોગ મંત્રીને માછીમાર સેલના સંયોજક મહેન્દ્રભાઈ જુંગીએ લખ્યો પત્ર

પોરબંદર : માછીમારોના મળવાપાત્ર બાકી વેટ રિફંડની તાત્કાલિક ચુકવણી કરવા મત્સ્યદ્યોગ મંત્રીને માછીમાર સેલના સંયોજક મહેન્દ્રભાઈ જુંગીએ લખ્યો પત્ર  લખ્યો છે

 પત્રમાં જણાવ્યા મુજબ હાલ માછીમા૨ોની આર્થિક હાલત બહુ ગંભીર હોય અને તેમાં અવાર નવાર આવતા નાના-મોટા વાવાઝોડા ઉમેરો કરતા હોય તો જો આપ તમોની કક્ષાએથી થોડી મદદ કરશો તો સમગ્ર માછીમાર સમાજ આપનો ખુબ આભારી રહેશે. ચાલુ ફીશીંગ સીઝન ૨૦૨૧-૨૨ નું જો વેટ રીફંડ તાત્કાલીક ધોરણે માછીમારોને મળે તો તેમની થોડી આર્થિક સહાય થઈ શકે તેમ છે. અમારી આપને નમ્ર અરજ છે કે સપ્ટેમ્બર–૨૦૨૧ અને ઓકટોબર-૨૦૨૧ નું વેટ રીફંડ જે બાકી હોય તે આપના મંત્રાલયના માધ્યમથી માછીમારોને મળવા પાત્ર કરી આપો તો આ કપરા સમયમાં માછીમારોને આર્થિક મદદરૂપ થઈ શકે.

(12:55 am IST)