Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

જામનગરમાં ખાનગી શાળામાં ધોરણ-6માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કોરોના પોઝીટીવ : શાળા 7 દિવસ માટે બંધ કરાઈ

વિદ્યાર્થીનીના સંપર્કમાં આવેલા 10 થી વધુ લોકોના કોરોના રિપોર્ટ કરાયા: તમામ વિદ્યાર્થીના કોરોના રીપોર્ટ નેગેટિવ આવતાં સૌએ રાહતના શ્વાસ લીધા

જામનગર :શહેરની ખાનગી શાળાની વિદ્યાર્થિની કોરોના સંક્રમિત આવતાં ખળભળાટ મચ્યો. છે વિદ્યાર્થિની કોરોના સંક્રમિત આવતાં આ ખાનગી શાળા શાળા 7 દિવસ માટે બંધ કરી દેવાઈ છે.

જામનગર શહેરની ખાનગી શાળાની વિદ્યાર્થિનીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં આ વિદ્યાર્થીનીના સંપર્કમાં આવેલા 10 થી વધુ લોકોના કોરોના રિપોર્ટ કરાયા હતા. સદનસીબે તમામ વિદ્યાર્થીના કોરોના રીપોર્ટ  નેગેટિવ આવતાં સૌએ રાહતના શ્વાસ લીધા છે.

જામનગર શહેરની ઢીંચડા રોડ વિસ્તારમાં આવેલી ખાનગી કંપની સંચાલિત એક શાળામાં અભ્યાસ કરતી ધોરણ 6 ની એક વિદ્યાર્થીની કોરોનાગ્રસ્ત બની હતી. તેના પગલે શાળા બંધ કરવી પડી છે. 

(9:50 pm IST)