Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

ધોરાજીમાં શહેર ભાજપ દ્વારા દિવ્ય કાશી ભવ્ય કાશી મહોત્સવ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે ઉજવાયો

ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ ભાજપન સૂચના અનુસાર દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોરાજીના જીન પ્લોટ ખાતે આવેલ ભક્ત શ્રી તેજાબાપાની મોટી જગ્યા ખાતે આવેલ શ્રી ભીડભંજન મહાદેવ મંદિરના સાનિધ્યમાં મહા આરતી ગંગા અભિષેક સહિત કાર્યક્રમો યોજાયા હતા બાદ ઉત્તરપ્રદેશ વારાણસી બનારસ કાશી વિશ્વનાથ મહાદેવ ખાતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદઘાટન સમારોહ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું

આ પ્રસંગે પ્રદેશ ભાજપ સદસ્યવી.ડી. પટેલ જિલ્લા મંત્રી હરસુખભાઈ ટોપિયા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ જિલ્લા કારોબારી સદસ્ય મુક્તાબેન વઘાસિયા એડવોકેટ રાજુભાઈ બોલધા ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા મહામંત્રી વિજયભાઈ બાબરીયા મનીષભાઈ કંડોળીયા મંત્રી ધીરુભાઈ કોયાણી શહેર ઉપાધ્યક્ષ વિજયભાઈ અંટાળા ઉપાધ્યક્ષ કૌશિક વાગડિયા કાર્યાલય મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા ગંભીરસિંહ વાળા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મિહિર હિરપરા મનસુખભાઈ અંટાળા (ભાજપ) રાજકોટ નાગરિક બેંકના કરસનભાઈ માવાણી તેમજ ભક્તશ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક ટ્રસ્ટના પ્રમુખ  આર. કે.કોયાણી સુરેશભાઈ વઘાસીયા માસ્તર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

(7:10 pm IST)