Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

પોરબંદરમાં PSI અને રિટાયર્ડ ફોજી યુવાનોને શારીરિક કસોટી પાસ કરવાની આપે છે ટ્રેનિંગ

વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા પી.એસ.આઈ ફરજમાંથી વહેલી સવારે સમય કાઢી પોતામાં રહેલી શિક્ષા અન્ય યુવાનોને આપી દેશમાં કાયદો વ્યવસ્થા વધુ મજબુત બનાવવા અલગ અલગ પ્રકારની બોડી ફિટનેસ, રનિંગ મેડિટેશન જેવા પ્રયોગ કરાવે છે

પોરબંદરમાં પોલીસમાં ફરજ બજાવતા પી.એસ.આઈ અને રિટાયર્ડ ફોજી યુવાનોને ફ્રીમાં પોલીસ ફોરેસ્ટ આર્મીમાં ભરતી માટે શારીરિક કસોટી પાસ કરવાની ટ્રેનિંગ આપી રહ્યા છે. યુવાનો પણ ટ્રેનિગમાં હરખભેર ભાગ લઈ ઉત્સાહથી ફોજમાં જોડાવા તનતોડ મહેનતથી ટ્રેનિંગ લઈ રહ્યા છે.

હાલમાં ગુજરાત પોલીસમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં શારીરિક કસોટી ખૂબ મહત્વની હોઈ છે. શરીરનું સમતુલન અને રનિંગ કોઈ પણ ફોર્સમાં મહત્વનું માનવામાં આવે છે .જેના કારણે આર્મી, ફોરેસ્ટ અને પોલીસમાં ભરતી થવા આજની યુવા પેઢી કસરત કરી રહીછે

પોરબંદર પોલીસમાં વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા પી.એસ.આઈ પોતાની ફરજમાંથી વહેલી સવારે સમય કાઢી પોતાને મળેલ જ્ઞાન અન્ય યુવાનોને આપે છે. પોતામાં રહેલી શિક્ષા અન્ય યુવાનોને આપી દેશમાં કાયદો વ્યવસ્થા વધુ મજબુત બનાવવા અલગ અલગ પ્રકારની બોડી ફિટનેસ,રનિંગ મેડિટેશન જેવા પ્રયોગ બાળકોને કરાવે છે. જેનો કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર પોતાના સાથી નિવૃત આર્મીમેન સાથે રહી યુવાનોને પ્રોત્સાહિત કરે છે સાથે પોતાના શરીરને પણ વધુ મજબૂત બનાવે છે.

(1:24 pm IST)